ખરીફ માર્કેટિંગ સત્ર 2021–22માં 326 લાખ ટનથી વધુ ખેત ઉત્પાદન ખરીદવામાં આવ્યું
Live TV
-
સરકારે કહ્યું છે કે, ખરીફ માર્કેટિંગ સત્ર 2021–22માં 326 લાખ ટનથી વધુ ખેત ઉત્પાદન ખરીદવામાં આવ્યું છે. અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતના વિભાગના જણાવ્યા મુજબ 63 હજાર કરોડ રૂપિયાથી વધુના લઘુત્તમ ટેકાના ભાવથી ખરીદીથી લગભગ 26 લાખ ખેડૂતોને લાભ થયો છે. સરકાર ગયા વર્ષોની જેમ ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવે યોગ્ય રીતે અનાજની ખરીદી કરી રહી છે.
મંત્રાલયના જણાવ્યા મુજબ અનાજની ખરીદી ચંદીગઢ, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેસ, જમ્મુ–કાશ્મીર, પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, તેલંગણા, રાજસ્થાન, કેરળ, તમિલનાડુ, બિહાર, ઓડિસા, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ અને મધ્યપ્રદેશમાંથી કરવામાં આવી છે.
