પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં 13 ડિસેમ્બરે 'દિવ્ય કાશી ભવ્ય કાશી' કાર્યક્રમ કાશી વિશ્વનાથ ધામ યાત્રા શરૂ થશે
Live TV
-
“દિવ્ય કાશી ભવ્ય કાશી" કાર્યક્રમ અંતર્ગત 13 ડિસેમ્બરના રોજ કાશી વિશ્વનાથ ધામ યાત્રા શરૂ થશે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત સાધુ સંતો, ધર્માચાર્યો વિશિષ્ટ આગેવાનો ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી દ્વારા જળાભિષેક કરાયા બાદ દેશના તમામ શિવાલયોમાં પણ જળાભિષેક થશે. આ કાર્યક્રમ અંતર્ગત એ જ સમય દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓના તાલુકા મથકો ઉપર મહિલાઓ દ્વારા કળશ યાત્રા અને યુવાનો દ્વારા રેલી પણ નીકળશે.
ખેડા જિલ્લાના વડામથક નડિયાદ ખાતે મોટા મહાદેવના મંદિર ખાતે જળાભિષેક યોજાશે, જેમાં સાધુ-સંતો સહિત જિલ્લા ભાજપના વિપુલ પટેલ, સહિત હોદ્દેદારો હાજર રહેશે તેમજ ઉપસ્થિત તમામને પોસ્ટ કાર્ડ આપવામાં આવશે.
