ખાસ રસીકરણ ઝુંબેશનાં અંતિમ દિવસે 31 લાખ 39 હજારથી વધુ લોકોને રસી અપાઈ
Live TV
-
ખાસ રસીકરણ ઝુંબેશનાં અંતિમ દિવસે ગઈકાલે 31 લાખ 39 હજારથી વધુ લોકોને રસી અપાઈ છે. આ સાથે દેશભરમાં રસીકરણનો કુલ આંક 11 કરોડ 43 લાખથી વધુ થયો છે. દરમ્યાન દેશમાં ગઈકાલે કોવિડનાં 1 લાખ 99 હજાર 376 નવા કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસોની સંખ્યા 1 કરોડ 40 લાખ 70 હજાર 890 થયો છે. ગઈકાલે 1 હજાર 37 વ્યક્તિઓનાં મોત નિપજતા કુલ મૃત્યુઆંક 1 લાખ 73 હજાર 152 થયો છે.
ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ગઈકાલે 7 હજાર 410 નવા કેસ નોંધાયા છે. સૌથી વધુ 2 હજાર 491 કેસ અમદાવાદમાં તો 1 હજાર 424 કેસ સુરતમાં નોંધાયા છે. ગુજરાતમાં ગઈકાલે વધુ 1 લાખ 66 હજાર 698 લોકોને રસી અપાતા કુલ રસીકરણ આંક 97 લાખ 37 હજાર 548 થયો છે.
