માલદીવનાં વિદેશમંત્રી અબ્દુલ્લા શાહિદ બે દિવસની ભારતની સત્તાવાર મુલાકાતે આજે ભારત આવશે
Live TV
-
માલદીવનાં વિદેશમંત્રી અબ્દુલ્લા શાહિદ બે દિવસની ભારતની સત્તાવાર મુલાકાતે આજે ભારત આવશે. તેઓ આવતીકાલે વિદેશમંત્રી એસ.જયશંકર સાથે ભારત અને માલદીવનાં દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવા ચર્ચા-વિચારણા કરશે. બંને અગ્રણીઓ ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ મહત્વના મુદ્દાઓ અંગે પણ વાતચીત કરશે. ઉલ્લેખનિય છે કે, ભારતની સાગર એટલે કે બધા જ દેશોની સલામતી અને વિકાસની સંકલ્પનામાં માલદીવ કેન્દ્રનું સ્થાન ધરાવે છે.
