Skip to main content
Settings Settings for Dark

ખેડૂતની દિકરી હિમા દાસે દેશનું સન્માન વધાર્યુ, PM મોદીએ મન કી બાતમાં રજૂ કર્યા વિચારો

Live TV

X
  • કવિ નીરજની પ્રેરણા આશા અને વિશ્વાસ જગાડે છે - PM

    પ્રધાનમંત્રી નરેન્દ્ર્ મોદી દ્વારા આજે 46મી મનકી બાત દ્વારા દેશવાસીઓ સમક્ષ પોતાના વિચારો  રજૂ કર્યા હતા....પ્રધાનમંત્રીની આજની મનકી બાતમાં યુવાઓ, કિસાનો, કુદરતી આપત્તિ અને માનવીય ધીરજ પર પ્રકાશ ફેંક્યો હતો...તેમણે પોતાની મનકીબાતમાં ધર્મ પ્રત્યે ભારતવાસીઓની આસ્થાની પ્રશંસા કરી હતી સાથે મહાપુરુષોને  પણ યાદ કર્યા હતા....પ્રધાનમંત્રીએ પોતાની મનકી બાતની શરૂઆત વર્ષાઋતુના ઉલ્લખથી કરી હતી...પ્રધાનમંત્રીએ દેશમાં સારા પ્રમાણમાં પડેલા વરસાદથી  સંતોષ વ્યક્ત કર્યો હતો સાથે જ વરસાદના કારણે ઊભી થયેલી આપત્તિને તેમણે માનવીય ભૂલનું પરિણામ પણ ગણાવ્યું હતું.....પ્રધાનમંત્રીએ મનકી બાતમાં ગત દિવસોમાં થાઈલેન્ડની ગુફામાં ફસાયેલા ફૂટબોલ ટીમના ખેલાડીઓ પણ ઉલ્લેખ કર્યો હતો...સાથે તેમણે બાળકોને બચાવવા માટે સમગ્ર દુનિયા દ્વારા કરાયેલા પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી.. તો બીજી તરફ ગુફામાં અનેક દિવસો સુધી ફસાયેલા રહેવા છતાં શાંતિ અને ધીરજ જાળવી રાખનારા બાળકોની સંયમશક્તિને પર બિરદાવી હતી..પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મનકીબાતમાં કવિ નિરજને  પણ યાદ કર્યા હતા.. આશા, ભરોસો , દ્રઢ સંકલ્પ અને સ્વયં પર વિશ્વાસ જેવા કવિ નીરજના ગુણોને યુવા પેઢીમાં  પ્રેરણાદાયી ગણાવ્યા હતા...તેમણે મનકી બાતમાં કવિ નીરજને શ્રદ્ધાંજલિ આપી હતી...તેમણે કહયું કે ભારતવાસીઓને કવિ નીરજની આ તમામ ખાસિયતો ખૂબ તાકાત આપી શકે છે.

    પ્રધાનમંત્રીએ જુલાઈ અને ઓગસ્ટ મહિનો ખેડૂતો અને વિદ્યાર્થીઓ તેમજ યુવાનો માટે ખૂબ મહત્વનો ગણાવ્યો હતો...કેમ કે એક બાજુ જુલાઈમાં ખેતરમાં વાવણી થતી હોય છે તો બીજી તરફ  દેશના વિદ્યાર્થીઓ વિવિધ શાળાઓમાં અને વિવિધ શાખાઓમાં પ્રવેશ લેતા હોય છે... તેમણે વિદ્યાર્થીઓને અંતરમનનો ભરપૂર આનંદલેવા અને જ્ઞાનવર્ધક પુસ્તકો વાંચવા પર ભાર મૂક્યો હતો...તેમણે પોતાના સંબોધનમાં મધ્યપ્રદેશના ગરીબ પરિવારમાંથી આવતા આશાર ચૌધરી નામના વિદ્યાર્થીએ MBBS પરીક્ષામાં મેળવી સફળતાનુ ઉદાહરણ રજૂ કર્યુ હતું... તો દિલ્હીના પ્રિન્સકુમાર, કોલકાતના અભય ગુપ્તા, અમદાવાદની બેટી આફરીન શેખ, નાગપુરની દીકરી ખુશી... હરિયાણાના કાર્તિક જેવા અનેક યુવાઓના સફળતાની કહાનીને બિરદાવી હતી...પ્રધાનમંત્રીએ રાયબરેલીના બે આઈટીના વિદ્યાર્થીઓ યોગેશ સાહૂ અને રજનીશ બાજપેયીએ બનાવેલી 'સ્માર્ટ ગાંવ એપ'ની પ્રશંસા કરી હતી.. તેમણે કહ્યું કે, આ એપ માત્ર ગામડાંઓને જ નહી પરંતુ સમગ્ર દુનિયાને જોડી રહી છે...તેણે કહ્યું કે, પોતાના ગામ અને તેના મૂળિયા સાથે જોડાઈને વતન માટે કંઈક કરવું એ મોટી દેશસેવા છે...

    પ્રધાનમંત્રી મોદીએ પોતાની મન કી બાતમાં પંઢરપુરની યાત્રાને પણ યાદ કરી હતી...પ્રધાનમંત્રીએ સંતજ્ઞાનેશ્વર, સંત તુકારામ, નામદેવ, એકમનાથ જેવા અગણિત સંતોને યાદ કર્યા હતા..જે આજે પણ મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશને પ્રશિક્ષિત કરી રહયા છે...તેમણે  આ પ્રસંગે લોકમાન્ય તિલકને પણ યાદ કર્યા હતા..અને આવનારા ગણેશોત્સવનું પણ મહત્વ સમજાવી દીધું હતું..પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગમી સ્વંતત્રતા દિવસને અનુલક્ષીને આઝાદીના અનેક લડવૈયાઓને યાદ કર્યા હતા... ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ.... અશફાક ઉલ્લાહ ખાન જેવા શહીદોને યાદ કરીને દેશભક્તિની પ્રેરણા જગાવનારા ઓગસ્ટ માસનો મહિમા સમજાવ્યો હતો... સાથે જ તેમણે ફિનલેન્ડમાં રમાયેલી જુનિયર અંડર વિશ્વ એથ્લેટિક્સ  ચેમ્પિયનશીપમાં 400મીટર દોડમાં ઈતિહાસ રચનાર ભારતની બહાદુર બેટી હિમાદાસને  પણ યાદ કરીને ભરપૂર  પ્રશંસા કરી હતી.....

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
apply