પ્રધાનમંત્રીએ લીધી લખનઉની બે દિવસની મુલાકાત
Live TV
-
ઉત્તર પ્રદેશને સાંઇઠ હજાર કરોડની પરિયોજનાઓની ભેંટ આપતા પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી બે દિવસની લખનઉની મુલાકાતે છે. પ્રધાનમંત્રીએ આજે સાંઇઠ હજાર કરોડની પરિયોજનાઓની ભેંટ ઉત્તર પ્રદેશને આપી છે. ઉપરાંત ગ્રીન એનર્જી, સોલર -એનર્જી અને કોલસાના ઉત્પાદનમાં થયેલા વધારાની વાત કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે આજે દેશના ગામે ગામ રોશન થયા છે જે ગામ 70 વર્ષથી વીજળીની રાહ જોતા હતા તે ગામોમાં માત્ર 4 વર્ષમાં , વીજળી આવી છે. તો આ સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. આ અગાઉ પ્રધાનમંત્રીએ રૂપિયા ચાર હજાર કરોડની શહેરી આવાસ અને માળખાકીય સુવિધાને લગતી પરિયોજનાઓનું લોકાપર્ણ કર્યું હતું. સાથે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો.
