ખેડૂતો મુદ્દે રાજ્યસભામાં વિપક્ષનો સતત હોબાળો, કાર્યવાહી ખોરંભે
Live TV
-
સવારથી જ રાજ્યસભામાં ખેડૂતો મુદ્દે વિપક્ષે હોબાળો મચાવ્યો હતો
બજેટ સત્રના ત્રીજા દિવસે રાજ્યસભામાં 4 મહત્વ પૂર્ણ વિધેયક રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં પ્રમુખ મહાપતન પ્રાધયક બિલ 2020, રાષ્ટ્રીય ખાદ્ય પ્રોદ્યોગિકી ઉદ્યમશીલ તેમજ પ્રબંધન વિધેયક 2019, ચિકિત્સા ગર્ભપાત સંશોધન બિલ2020, નેશનલ કમિશન ફોર એલાઇડ હેલ્થ કેર પ્રોફેશનલ બિલ 2020નો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ સવારથી જ રાજ્યસભામાં ખેડૂતો મુદ્દે વિપક્ષે સતત હોબાળો મચાવ્યો હતો. જેથી રાજ્યસભાની કાર્યવાહી વારંવાર સ્થગિત કરવામાં આવી રહી છે.
આ તરફ કેનદ્રીય મંત્રીમંડળે ચિકિત્સા ગર્ભપાત સંશોધન બિલને બુધવારે જ મંજૂરી આપી દીધી હતી. જેને આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવવાનું હતું. પરંતુ વિપક્ષના હોબાળા બાદ કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. મહાપતન પ્રાધિકરણ બિલને ગત વર્ષે માર્ચ 2020માં લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને સપ્ટેબરમાં મંજૂર કરી દેવામાં આવ્યુ હતું. આ બિલમાં પ્રમુખ બંદરોને સ્વાયત્તા આપવા અને તેઓના શાસનને વ્યવસાયિક બનાવવાની જોગવાઇ કરવામાં આવી છે.
આ બિલ મેજર પોર્ટ ટ્રસ્ટ એક્ટ 1963ને રદ કરીને નવા કાયદામાં બદલનારુ બિલ છે. રાષ્ટ્રીય ખાદ્ય પ્રોદ્યોગિકી ઉદ્યમશીલ તેમજ પ્રબંધન વિધેયક 2019 હેઠળ ખાદ્ય પ્રૌદ્યોગિકીના કેટલાક સંસ્થાનોને રાષ્ટ્રીય મહત્વના સંસ્થાન ઘોષિત કરવાનો છે. નેશનલ કમિશન ફોર એલાઇડ હેલ્થ કેર પ્રોફેશનલ બિલ 2020 હેઠળ નર્સિંગ પ્રશિક્ષણને નિયમિત કરવા માટે વિશેષ નેશનલ નર્સિંગ અને મિડવાઇફ કમિશન બનાવવામાં આવશે.
