જાણો આગામી નાણાંકીય વર્ષનાં અંદાજપત્રમાં શું છે ખાસ?
Live TV
-
આજે નાણાંમંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં આગામી નાણાંકીય વર્ષનું અંદાજપત્ર રજૂ કર્યું. નાણાંમંત્રીએ બજેટના 6 સ્તંભો જાહેર કર્યા છે. આ સ્તંભોમાં 1) આરોગ્ય અને સુખાકારી, 2) શારીરિક અને નાણાકીય મૂડી અને ઇન્ફ્રા, 3) સમાવિષ્ટ વિકાસ, 4) માનવ મૂડી, 5) નવીનતા અને સંશોધન અને વિકાસ, 6) ન્યૂનતમ સરકાર અને મહત્તમ શાસન શામેલ છે. આ અંદાજપત્રમાં આવરી લેતા મુદ્દા નીચે પ્રમાણે છે.
- પોષણ કાર્યક્રમ અને પોષણ અભિયાનને ભેળવીને વધુ અસરકારક મિશન પોષણ 2.0 શરૂ કરાશે
- આંકાક્ષાવાળા 112 જીલ્લાઓમાં સુધારા માટે ખાસ કાર્ય યોજના
- RBIએ લીધેલા આત્મનિર્ભર પેકેજ માટે 27.1 લાખ કરોડનો ખર્ચનો અંદાજ
- બધી જ શહેરી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ માટે જળજીવન મીશન શરૂ કરાશે
- મેગા ટેક્ષટાઈલ મૂડીરોકાણ પાર્ક યોજના શરૂ કરાશે
- વ્યક્તિગત વાહનો માટે 20 વર્ષે તથા કોમર્શીયલ વાહનો માટે 15 વર્ષે ફિટનેસના આધારે જાતેજ વાહનો સ્ક્રેપ કરવાની યોજના
- માર્ગ અને પરિવહન મંત્રાલય માટે 1 લાખ 18 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ
- રેલવે માટે 1 લાખ 10 હજાર 55 કરોડ રૂપિયાની જોગવાઈ
- બીજા અને ત્રીજા શ્રેણીના શહેરોમાં વિમાન મથકોનું ખાનગીકરણ કરવાની જોગવાઈ
- સ્વચ્છ ભારત શહેરી અભિયાન માટે આગામી 5 વર્ષમાં 1 કરોડ, 41 લાખ 678 કરોડ રૂપિયાની જોગવાઈ કરાશે
- ભારતીય રેલવેના મૂડી ખર્ચ માટે 1 લાખ 7 હજાર કરોડ રૂપિયાની જોગવાઈની દરખાસ્ત
- વિદ્યુત ક્ષમતામાં 139 ગીગા વોટનો વધારો કરાશે. આ હેતુથી વિદ્યુત વિતરણ ક્ષેત 3 લાખ 5 હજાર કરોડ રૂપિયાના ખર્ચે નવી યોજના શરૂ કરાશે
- ભારત માલા પ્રોજેક્ટ માટે 5 લાખ 35 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આંકવામાં આવ્યો છે, આ પૈકી 3 હજાર 800 કિલોમીટરના રસ્તા તૈયાર થયા હતા
- વર્ષ 2021-22 માટે કોવિડ રસીકરણ માટે 35 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે અને જો જરૂર હશે તો વધુ ફાળવણી કરાશે
- આરોગ્ય ક્ષેત્ર માટે 2 લાખ 23 હજાર 846 કરોડ રૂપિયાના અંદાજપત્રીય ખર્ચની દરખાસ્ત – ગયા વર્ષના બજેટની સરખામણીએ 137 ટકાનો વધારો
- આગામી 6 વર્ષમાં 64 હજાર 180 કરોડ રૂપિયાના અંદાજ પત્રીય ખર્ચ સાથે નવી કેન્દ્ર સરકાર પુરસ્કૃત પી.એમ આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના શરૂ કરાશે
- આગામી માર્ચ 2022 સુધીમાં 8 હજાર 500 કિલોમીટરના ધોરીમાર્ગોની માળખાકીય સુવિધા વધારાશે
- ઉજ્જવલા યોજનામાં વધુ 1 કરોડ લાભાર્થીઓનો સમાવેશ કરાશે
- વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા ચાલુ નાણાંકીય વર્ષથી પાંચ વર્ષ માટે 1 લાખ 97 હજાર કરોડ રૂપિયાના ખર્ચે ઉત્પાદન આધારિત રાહત ખર્ચેની દરખાસ્ત
- વર્ષ 2030ના સમયગાળા માટે રાષ્ટ્રીય રેલ યોજના તૈયાર કરાઈ
- જાહેર ક્ષેત્રની બેંકોમાં 20 હજાર કરોડ રૂપિયા અપાશે
- વિમા કંપનીઓમાં સીધા વિદેશી રોકાણ – FDI 49 ટકા છે તે વધારીને 74 ટકા કરાશે. – ચોક્કસ નિયંત્રણો અને સલામતીના ધારાધોરણો સાથે આ ક્ષેત્રે વિદેશી માલિકીને મંજૂરી અપાશે
- ડાંગરના લઘુત્તમ ટેકના ભાવોમાં બમણો વધારો કરાયો. દોઢ કરોડ ખેડૂતોને આ વધારાનો લાભ મળશે
- કૃષિ ભંડોળમાંથી કેટલોક હિસ્સો APMC માં માળખાકીય સુવિધાઓ મજબૂત બનાવવા અપાશે
- કપાસ પકવતા ખેડૂતોને વર્ષ 2013-14માં 90 કરોડ ચૂકવવામાં આવ્યા હતા. તેમાં વધારો કરીને 2020-21માં 25 હજાર કરોડ ચૂકવાશે
- 5 કાર્યરત ધોરી માર્ગો ભારતીય રાષ્ટ્રીય ધોરી માર્ગ સત્તા મંડળને સોપવામાં આવ્યા
- પરપ્રાંતીય કામદારો એક દેશ એક રેશન કાર્ડ યોજના હેઠળ કોઈપણ રાજ્યમાંથી તેમને મળવા પાત્ર અનાજ મેળવી શકે છે. એક દેશ એક રેશન કાર્ડ યોજના અત્યારે 32 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લાગુ કરાઈ છે. – આ યોજનાથી 69 કરોડ શ્રમિકોને લાભ થયો છે
- અનૂસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે પ્રોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ યોજના
- રાષ્ટ્રીય ભાષા અનુવાદ મિશન શરૂ કરાશે
- લદ્દાખમાં નવી શિક્ષણનીતિ 2020 હેઠળ ઉચ્ચ શિક્ષણની સુવિધા માટે કેન્દ્રિય યુનિવર્સીટી સ્થાપવાની દરખાસ્ત
- નવી 100 સૈનિક શાળા શરૂ કરાશે
- સાગર મિશન માટે આગામી 5 વર્ષમાં 4 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ
- ગગનયાન મિશનને આગામી ડિસેમ્બર 2021માં શરૂ કરાશે
- આગામી જનગણના ભારતના ઈતિહાસમાં પ્રથમવાર ડિઝિટલ સ્વરૂપે હાથ ધરાશે
- આસામમાં ચા ઉગાડતા ખેડૂતો માટે યોજના શરૂ કરાશે
- રેલવે માર્ગોનું પ્રમાણ જ્યાં વધારે હશે, તેમજ વધુ ઉપયોગવાળા રેલ માર્ગો ઉપર સ્વદેશી ટેક્નોલોજી વડે તૈયાર કરાયેલી ઓટોમેટિક ટ્રેન રક્ષણ વ્યવસ્થા ગોઠવાશે. જેનાથી બે ટ્રેનની અથડામણ અટકાવી શકાશે
- માછીમારી માટે કોચી, ચેન્નાઈ, વિશાખાપટ્ટ્નમ, પારાદીપ અને પેતુઆઘાટ, આ પાંચ બંદરોનું આધુનિકિકરણ કરાશે. – મત્સ્યોદ્યોગને લગતી આર્થિક પ્રવૃતિઓ સઘન બનાવવાની દરખાસ્ત
- સંકલીત રાષ્ટ્રીય હાઈડ્રોજન ઉર્જા મિશનની રચના કરાશે. ઉર્જા વિતરણ વ્યવસ્થા પાછળ ત્રણ લાખ પાચં હજાર કરોડ ઉપરાંતનું મૂડીરોકાણ પાચં વર્ષના ગાળામાં કરાશે
- નાણાં મંત્રીએ જાહેર બસ સેવાઓ માટે 18 હજાર કરોડ રૂપિયાની યોજના જાહેર કરી છે
- મેટ્રો રેલ વ્યવસ્થા વધુ વિસ્તૃત કરવાની જાહેરાત કરી છે. અને ટાયર વન શહેરોમાં તથા ટાયર- ટુ શહેરોમાં પણ આવરી લેવાશે
- નાણાં મંત્રીએ રેલવે માટે એક લાખ, 10 હજાર, 55 કરોડ રૂપિયાની સહાય જાહેર કરી છે
- ગેસ વિતરણ નેટવર્કમાં વધુ 100 જિલ્લાઓને ત્રણ વર્ષમાં આવરી લેવાશે
- ઉજ્જવલા યોજના હેઠળ 8 કરોડ પરિવારોને આવરી લીધા છે અને વધુ એક કરોડને આવરી લેવાશે
- જાહેર ખાનગી ભાગીદારી હેઠળ મહત્વનાં સાત બંદરોના પ્રોજેક્ટ પાછળ બે હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે
- જહાજ ભાંગવાના ઉદ્યોગને પ્રોત્સાહન અપાશે, અને 2025 સુધીમાં તેની ક્ષમતા 45 લાખ ટન જેટલી કરાશે તે દ્વારા દોઢ લાખ લોકોને રોજગારી મળી રહેશે
- નાણાંમંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા અંદાજપત્રમાં મૂડીગત ખર્ચમાં 34.5 ટકાનો વધારો થયો છે, અને તે પાંચ લાખ, 54 હજાર કરોડ રૂપિયા જેટલું થયું છે. કેન્દ્ર સરકારે રાજ્યો અને સ્વાયત્ત સંસ્થાઓને બે લાખ કરોડ રૂપિયા મૂડીગત ખર્ચ માટે આપવાની જાહેરાત કરી છે
- નાણાંમંત્રીએ MSME ને નિકાસલક્ષી બનાવવા તેની પર લાગતા જીએસટીમાં રાહત આપી છે, તેમાં હસ્તકલા, કારીગરોને વિશેષ પ્રોત્સાહન અપાશે
- સરકારે કસ્ટમ્સ ડ્યુટીમાં ફેરફારની જાહેરાત કરી છે અને આગામી ઓક્ટોબર – 2021માં નવી નીતિ જાહેર કરવાનું જણાવ્યું છે.
