Skip to main content
Settings Settings for Dark

ખેડૂતો સાથે દરેક મુદ્દાઓ પર ખુલ્લા મને ચર્ચા કરવા કેન્દ્ર સરકાર તૈયાર

Live TV

X
  • કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે કૃષિકાયદાને લઈને વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો સાથે દરેક મુદ્દાઓ પર ખુલ્લા મને ચર્ચા કરવા માટે કેન્દ્ર સરકાર તૈયાર છે. કૃષિમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતોના હિતમાં સરકાર આ કાયદો લઈને આવી છે. અને જો આ કાયદામાં કોઈપણ જોગવાઈથી ખેડૂતોને તકલીફ છે તો તે વિષય પર સરકાર ખેડૂત સંગઠનો સાથે બેસીને ચર્ચા કરવા માટે તૈયાર છે. અને આ પહેલા પણ સરકારે ખેડૂતો સાથે વાતચીત કરવા માટે પ્રસ્તાવ મોકલ્યો હતો. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ફરી એકવાર ભારપૂર્વક જણાવ્યું હતું કે MSP યથાવત રહેશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં MSPથી ખેડૂતોને વધુમાં વધુ સુરક્ષા મળી શકે તે માટે સરકારની પ્રતિબદ્ધતા છે. જો MSPને લઈને ખેડૂતોને શંકાઓ છે તો સરકાર લેખિતમાં આશ્વાસન આપવા માટે પણ તૈયાર છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply