Skip to main content
Settings Settings for Dark

PM મોદીએ ઉજબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શૌકત મિર્જીયોયેવ સાથે વર્ચ્યુઅલ શિખર બેઠકમાં ભાગ લીધો

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉજબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શૌકત મિર્જીયોયેવ સાથે વર્ચ્યુઅલ શિખર બેઠકમાં ભાગ લીધો હતો. બેઠકના પ્રારંભમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉજબેકિસ્તાનના રાષ્ટ્રપતિને પોતાના કાર્યકાળના પાંચમાં વર્ષમાં પ્રવેશ કરવા બદલ અભિનંદન અને શુભકામના આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, તેઓ આ વર્ષે ઉજબેકિસ્તાનની યાત્રા માટે ઉત્સુક હતાં પરંતુ કોરોના મહામારીના કારણે આ યાત્રા ન થઈ શકી. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં બંને દેશો વચ્ચે પરસ્પર આર્થિક સહયોગ પણ મજબૂત થયો છે. ઉગ્રવાદ, કટ્ટરવાદ, અને અલગાવવાદના સંદર્ભમાં આપણી એક સરખી ચિંતા છે. તો અંતરિક્ષ અને પરમાણુ એનર્જીના ક્ષેત્રમાં આપણા સંયુક્ત પ્રયાસ વધી રહ્યાં છે. આ ઉપરાંત કૃષિ વેપારમાં રહેલી તકોને શોધીને ખેડૂતોને મદદ કરવા પર પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાર મુક્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply