ગાઢ ધુમ્મસના કારણે ઓડિશાના કટકમાં રેલ દુર્ઘટના: 40 મુસાફરો ઘાયલ
Live TV
-
ઓડિશામાં વહેલી સવારે એક રેલ દુર્ઘટનામાં 40 મુસાફરો ઘાયલ થયા..મુંબઈ-ભુવનેશ્વર લોકમાન્ય તિલક એક્સપ્રેસ કટક પાસે નરગુંડી રેલવે સ્ટેશન પર સવારે સાત વાગ્યે પાટા પરથી ઉતરી ગઈ..ગંભીર રીતે ઘાયલ પાંચ મુસાફરોને કટક SCB મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે...સુપર ફાસ્ટ એક્સપ્રેસના પાંચ ડબ્બા ગાઢ ધુમ્મસના કારણે ઓછી દ્રષ્યતાના કારણે ઉતરી ગયા... રેલવેના બચાવ અને ચિકિત્સા દળ, ફાયર વિભાગના કર્મચારીઓ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવકાર્ય શરૂ કર્યું હતું...ઈસ્ટ કોસ્ટ રેલવેએ દુર્ઘટના વિશે અને ઘાયલ મુસાફરોની જાણકારી માટે હેલ્પલાઈન નંબર 0674-1072 અને 0671-1072 જાહેર કર્યા છે
