ગુજરાતની 26 લોકસભા બેઠક પર 62.36 ટકા મતદાન નોધાયું
Live TV
-
ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 26 બેઠકો ઉપરની યોજાયેલી ચૂંટણી સંપન્ન થઇ ગઇ છે. મુખ્ય ચુંટણી કમિશનર મુરલી ક્રિશ્નાએ જણાવ્યા મુજબ રાજ્યમાં છુટીછવાયી ઘટનાને બાદ કરતાં મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું. પ્રાથમિક અહેવાલ અનુસાર ગુજરાતમાં 62.36 ટકા મતદાન થયું હતું.
ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 26 બેઠકો ઉપરની યોજાયેલી ચૂંટણી સંપન્ન થઇ ગઇ છે. મુખ્ય ચુંટણી કમિશનર મુરલી ક્રિશ્નાએ જણાવ્યા મુજબ રાજ્યમાં છુટીછવાયી ઘટનાને બાદ કરતાં મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું. પ્રાથમિક અહેવાલ અનુસાર ગુજરાતમાં 62.36 ટકા મતદાન થયું હતું. વલસાડ બેઠક પર સૌથી વધુ 74 ટકા મતદાન નોંધાયું હતું. અમદાવાદ પૂર્વ 59.48 ટકા, અમદાવાદ પશ્ચિમ 57.77, વડોદરા 63.03, આણંદ 66.23, ખેડા 59.64, દાહોદ 63.38, પંચમહાલ 59.90, છોટાઉદેપુર 67.67, ભરૂચ 69.55, સુરત 62.29, નવસારી 64.28, વલસાડ 74.09, બારડોલી 70.23, ગાંધીનગર 64.96, બનાસકાંઠા 64.08, સાબરકાંઠામાં 66 ટકા, મતદાન નોંધાયું હતું. પાટણ 61.23, મહેસાણા 61.16, અમરેલી 56, રાજકોટ 62.74, જામનગર 58.49, જૂનાગઢ 58.63, ભાવનગર 57.63, પોરબંદર 53.73, સુરેન્દ્રનગર 54.66 , કચ્છ ખાતે 56.74 ટકા મતદાન નોંધાયું હતું.
