Skip to main content
Settings Settings for Dark

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 66 ટકા મતદાન થયું

Live TV

X
  • ત્રીજા તબક્કાની 117 લોકસભા બેઠક માટે મતદાન સંપન્ન થતાં મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરા અને સાથી અધિકારીઓએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું ,કે ત્રીજા તબક્કાનું મતદાન સંપન્ન થતાં કુલ 543 પૈકી 303 બેઠક પર મતદાન સંપન્ન થઈ ચૂક્યું છે.

    ત્રીજા તબક્કાની 117 લોકસભા બેઠક માટે મતદાન સંપન્ન થતાં મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરા અને સાથી અધિકારીઓએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું.  તેમણે જણાવ્યું હતું ,કે ત્રીજા તબક્કાનું મતદાન સંપન્ન થતાં કુલ 543 પૈકી 303 બેઠક પર મતદાન સંપન્ન થઈ ચૂક્યું છે. ત્રીજા તબક્કામાં એકંદરે 66 ટકા મતદાન નોંધાયું છે. ચૂંટણી પંચે રાજ્યવાર મતદાન ટકાવારીની વિગત પણ ,જાહેર કરી હતી. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ કેરળની 20 લોકસભા બેઠકમાં 70 ટકા મતદાન થયું હતું. ગોવાની 2 લોકસભા બેઠક માટે 71.68 ટકા મતદાન નોંધાયું હતું. મહારાષ્ટ્રની 14 બેઠકો માટે યોજાયેલી ચૂંટણી માટે 57.59 ટકા મતદાન થયું હતું. કર્ણાટકમાં 14 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં 70.44 ટકા મતદાન થયું હતું. ઉત્તરપ્રદેશની 10 બેઠકો માટે 60.76 ટકા મતદાન થયું હતું. છત્તીસગઢની સાત બેઠક માટે 68.25 ટકા મતદાન થયું હતું. ઓડિશામાં છ બેઠક માટે યોજાયેલી ચૂંટણી માટે 58.18 ટકા મતદાન થયું હતુ. પશ્ચિમ બંગાળમાં ભારે મતદાન થયું હતું. અહીં પાંચ બેઠક માટે થયેલી ચૂંટણીમાં 79.36 ટકા મતદાન થયું હતું. બિહારમાં પાંચ બેઠક પર 59.97 ટકા મતદાન થયું હતું. આસામમાં પણ ચાર બેઠક પર જંગી 80.74 ટકા મતદાન થયું હતું. જમ્મુ-કાશ્મીરની એક માત્ર અનંતનાગ બેઠક માટે આજે 12,86 ટકા મતદાન થયું હતું. ત્રિપુરામાં ત્રિપુરા ની એક માત્ર બેઠક પર 78.67 ટકા જેટલું જંગી મતદાન થયું હતું. દાદરા અને નગર હવેલીની એક બેઠક પર 71.43 ટકા તો દમણ ખાતે દીવ બેઠક પર 65.34 ટકા મતદાન થયું હતું. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply