ચોથા ચરણના મતદાન માટે પ્રચાર કાર્ય વેગવંતુ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના તિનોરી અને નંદુરબારમાં ચૂંટણી સભા કરશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી રાજસ્થાનમાં ઉદેપુર અને જોધપુરમાં જનસભાને સંબોધન કરવાનો કાર્યક્રમ છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ આજે પશ્ચિમ બંગાળમાં ઘણી ચૂંટણી રેલીને સંબોધિત કરશે.
ત્રીજા તબક્કાની ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થયાની સાથે રાજકીય પક્ષોએ ચોથા ચરણના મતદાન માટે પ્રચાર કાર્ય વેગવંતુ બનાવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના તિનોરી અને નંદુરબારમાં ચૂંટણી સભા કરશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી રાજસ્થાનમાં ઉદેપુર અને જોધપુરમાં જનસભાને સંબોધન કરવાનો કાર્યક્રમ છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ આજે પશ્ચિમ બંગાળમાં ઘણી ચૂંટણી રેલીને સંબોધિત કરશે. અમિત શાહ હાવડા, કૃષ્ણાનગર, વીરભૂમિ અને વર્ધમાનમાં ચૂંટણી સભા યોજશે. ભાજપ નેતા રાજનાથસિંહ મધ્યપ્રદેશના શહડોલ અને સતનામમાં ચૂંટણીસભા સંબોધશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ઉત્તર પ્રદેશના અમેઠીમાં ચૂંટણી સભાને સંબોધન કરશે. બાદમાં તેઓ રાયબરેલી અને સુલતાનપુરમાં ચૂંટણી સભા સંબોધશે. પ્રિયંકા ગાંધી આજે રાયબરેલીમાં જનસભા સંબોધશે. યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી વાડ્રા આજે ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં પાર્ટી કાર્યકર્તા સાથે મુલાકાત કરશે. અને તેમને સંબોધિત કરશે.
