Skip to main content
Settings Settings for Dark

ભારતીય જનતા પાર્ટીએ વધુ સાત ઉમેદવારોની યાદી બહાર પાડી

Live TV

X
  • ડૉ. હર્ષવર્ધનને દિલ્હીના ચાંદની ચોકથી ટીકીટ આપવામાં આવી છે. તો મનોજ તિવારીને ઉત્તરપૂર્વ દિલ્હીથી, પ્રવેશ વર્માને પશ્ચિમ દિલ્હીથી ટિકીટ આપવામાં આવી છે. તેઓ આજે જ પોતાના ઉમેદવારી પત્રો દાખલ કરશે.

    ભારતીય જનતા પાર્ટીએ વધુ સાત ઉમેદવારોની યાદી બહાર પાડી છે.જેમાં પ્રવર્તમાન ચાર સાંસદોને રીપીટ કરવામાં આવ્યા છે. ડૉ. હર્ષવર્ધનને દિલ્હીના ચાંદની ચોકથી ટીકીટ આપવામાં આવી છે. તો મનોજ તિવારીને ઉત્તરપૂર્વ દિલ્હીથી, પ્રવેશ વર્માને પશ્ચિમ દિલ્હીથી ટિકીટ આપવામાં આવી છે. તેઓ આજે જ પોતાના ઉમેદવારી પત્રો દાખલ કરશે. જયારે રમેશ બિધુરીને દક્ષિણ દિલ્હીથી ટીકીટ આપવામાં આવી છે તો હરદીપ પુરીને અમૃતસરથી ટિકીટ આપવામાં આવી છે. અને હરીનારાયણ રાજભર ને ઉત્તરપ્રદેશના ઘોંચીથી ટીકીટ આપવામાં આવી છે. કોંગ્રેસે હરિયાણાની પાંચ સીટ માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પાર્ટીએ સોનીપતથી ભૂપેન્દ્રસિંહ હુડાને ટિકિટ આપી છે. કુરુક્ષેત્રથી નિર્મલસિંહ, હિસ્સારથી ભાવરા બિન્નોઇ, કરનાલથી કુલદીપ શર્મા જ્યારે અવતારસિંહ ભડાનાને લલીતનગરના સ્થાને ફરિદાબાદથી ઉમેદવાર જાહેર કર્યા છે. કોંગ્રેસ લોકસભા ચૂંટણી માટે અત્યાર સુધી 413 ઉમેદવાર જાહેર કર્યા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply