લોકસભાના સાતમા અને અંતિમ ચરણ માટે જાહેરનામું આજે બહાર પડશે
Live TV
-
લોકસભાના સાતમા અને અંતિમ ચરણ માટે જાહેરનામું આજે બહાર પડશે. આ ચરણમાં સાત રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની 59 સીટ માટે મતદાન થશે.
લોકસભાના સાતમા અને અંતિમ ચરણ માટે જાહેરનામું આજે બહાર પડશે. આ ચરણમાં સાત રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની 59 સીટ માટે મતદાન થશે. જેમાં ઉત્તર પ્રદેશ અને પંજાબની 13-13, પશ્ચિમ બંગાળ નવ તથા બિહાર મધ્યપ્રદેશમાં આઠ-આઠ, હિમાચલ પ્રદેશ ચાર, ઝારખંડમાં ત્રણ સીટ માટે મતદાન થશે. કેન્દ્ર શાસિત પ્રદેશની એક લોકસભા સીટ માટે આ તબક્કામાં મતદાન થશે. ઉમેદવારીપત્ર દાખલ કરવાની અંતિમ તારીખ 29 એપ્રિલ છે. જ્યારે આ ચરણમાં મતદાન 19 મેના રોજ યોજાશે. Return to index of stories...
