લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાને લઇને મંગળવારે મતદાન
Live TV
-
13 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોના લોકસભાના 116,ક્ષેત્રોમાં મંગળવારે વોટ નાખવામાં આવશે.
લોકસભાના ત્રીજા તબક્કાની ચૂંટણી માટે પ્રચાર અભિયાન રવિવારે સાંજથી પૂર્ણ થયું છે. વિવિધ પક્ષોએ મતદાતાઓનું સમર્થન મેળવવા માટે એડી-ચોટીનું જોર લગાવ્યું હતું. 13 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોના લોકસભાના 116,ક્ષેત્રોમાં મંગળવારે વોટ નાખવામાં આવશે. ગુજરાતના 26, કેરળના - 20, મહારાષ્ટ્ર અને કર્ણાટકના -14 - 14, ઉત્તર પ્રદેશના 10, છત્તીસગઢના - 7, ઓડિશામાં - 6, બિહાર અને પશ્ચિમ બંગાળના 5- 5, આસામની - 4, ગોવાની - 2 , જમ્મુ - કાશ્મીર, દાદરાનગર હવેલી, દમણ અને દીવ , અને ત્રિપુરાની એક - એક બેઠક માટે મતદાન યોજવામાં આવશે.
