ત્રીજા તબક્કાના મતદાન માટેના પ્રચાર પડઘમ થયા શાંત
Live TV
-
23 એપ્રિલે યોજાનાર રાજ્યમાં ત્રીજા તબક્કાના મતદાન માટેના પ્રચાર પડઘમ આજે સાંજે છ વાગ્યાથી શાંત થઈ ગયા છે. પ્રચાર પડઘમ શાંત થતાંની સાથે કોઈપણ રાજકીય પક્ષ હવે મતદાનના 48 કલાક સુધી પ્રચાર-પસાર કરી શકશે નહી. રાજ્ય ચૂંટણી અધિકારીએ પત્રકાર પરિષદ યોજીને આ અંગેની માહિતી આપી હતી.ચૂંટણી પંચ દ્વારા તમામ રાજકીય પક્ષોને કેટલીક તકેદારી રાખવા માટે સૂચનો આપવામાં આવ્યા હતા. અને તમામ હુકમોનો અમલ કરવા પણ જણાવવામાં આવ્યું છે. જેમાં 21 એપ્રિલે સાંજના 6 વાગ્યા પછી જાહેરસભા યોજવા પર પ્રતિબંધ લાદવા હુકમ કરાયો છે. તો પ્રચારનો સમયગાળો પૂર્ણ થયા બાદ મતદારો ન હોય તેવા રાજકીય કાર્યકરો વગેરેને મતવિભાગ છોડવાનો રહેશે. તેમજ છેલ્લા 48 કલાકમાં લાઉડસ્પીકરનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાશે નહીં. આ સાથે આંતરરાજ્ય બોર્ડરને સીલ કરવા પણ સૂચના આપવામાં આવી છે.મહત્વનું છે કે, ગુજરાતમાં 23 એપ્રિલે સવારના સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી મતદાન યોજાશે. રાજ્યની 26 બેઠકો પર 371 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આ સાથે રાજ્યમાં 4 વિધાનસભા બેઠકો ઉપર પેટાચૂંટણી પણ યોજવામાં આવશે
