રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શ્રીલંકામાં થયેલા સિરીયલ બોમ્બ વિસ્ફોટની કરી નિંદા
Live TV
-
શ્રીલંકામાં 7 સ્થળોએ તબક્કાવાર થયેલા સિરીયલ બોમ્બ વિસ્ફોટ અંગે ભારતીય વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે ટ્વીટ કરી જણાવ્યું હતું કે કોલંબો ખાતે તેઓ ભારતીય હાઈ કમિશનરનાં સતત સંપર્કમાં છે અને સ્થિતિ પર અમારી સતત નજર છે. તો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ આ હુમલામાં થયેલા જાનમાલનાં નુકશાન અંગે સંવેદના વ્યક્ત કરતી ટ્વીટ કરતા જણાવ્યું હતું કે ભારત આ હુમલાની નિંદા કરે છે. અને ભારતની સંવેદનાઓ શ્રીલંકાના લોકો અને સરકાર સાથે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સભ્ય સમાજમા આ પ્રકારના હુમલાને કોઈ સ્થાન નથી. તો ઉપરાષ્ટ્રપતિ એમ.વૈંકેયા નાયડુએ પણ આ હુમલા અંગે દુઃખ વ્યક્ત કરીને મૃતકોના પરિજનો અંગે સંવેદના ટ્વીટ કરી વ્યક્ત કરી હતી. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ શ્રીલંકામાં થયેલા આ ભયાનક હુમલા અંગે ટ્વીટ કરીને કડક શબ્દોમાં નિંદા કરી હતી.
