ગુજરાતી ફિલ્મ રેવાને મળ્યો શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો પુરસ્કાર
Live TV
-
66માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત.ગુજરાતી ફિલ્મ હેલ્લારો બેસ્ટ ફીચર ફિલ્મ તો રેવાને મળ્યો શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો પુરસ્કાર. તો, આયુષ્યમાન ખુરાનાની ફિલ્મ અંધાધૂનને મળ્યો બેસ્ટ હિંદી ફિલ્મનો પુરસ્કાર.બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો વિકી કૌશલ તથા આયુષ્માન ખુરાનાને .સંજય લીલા ભણશાલીને 'પદ્માવત' માટે બેસ્ટ મ્યૂઝિક ડિરેક્ટરનો એવોર્ડ મળ્યો.
આજે 66મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની ઘોષણા કરવામાં આવી છે. આ વર્ષે 419 ફિલ્મ્સ રાષ્ટ્રીય પુરસ્કારની શ્રેણીમાં હતી. જેમાં ફિચર ફિલ્મોને 31 શ્રેણીમાં અને નોન-ફિચર ફિલ્મોને 23 શ્રેણીમાં એવોર્ડ આપવામાં આવ્યા છે. ગુજરાતની રેવા ફિલ્મને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. તો હિન્દીમાં અંધાધૂંધ ફિલ્મને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. અભિષેક શાહની ગુજરાતી ફિલ્મ હેલ્લારોને બેસ્ટ ફિચર ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. બેસ્ટ ફિલ્મ ક્રિટીક તરીકેનો એવોર્ડ બ્લેઈસ જોની અને અનંત વિજયને મળ્યો છે. સર્જીકલ સ્ટ્રાઇક પર બનેલી ઉરી ફિલ્મને બેસ્ટ ડાયરેક્ટર, કેજીએફને બેસ્ટ એક્શન ડાયરેક્શન, પદ્માવતના ઘુમર ગીતને બેસ્ટ કોરિયોગ્રાફ, બધાઈ હો ફિલ્મને બેસ્ટ પોપ્યુલર ફિલ્મ અને પેડમેન ફિલ્મને સામાજીક મુદ્દા પરની બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. પ્લેબેક સીંગર તરીકે અરીજીત સિંગને એવોર્ડ મળ્યો છે.
