પ્રધાનમંત્રીના જમ્મુ કાશ્મીર મુદ્દે રાષ્ટ્ર સંબોધનના 24 કલાકમાં જ જમ્મૂમાંથી હટાવાઈ ધારા 144
Live TV
-
10 ઑગષ્ટથી તમામ શાળાઓ અને કોલેજો થશે શરુ .ઇન્ટરનેટ સેવાઓ હાજી પણ રહેશે બંધ. જનજીવન બન્યું સામાન્ય.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરની જનતા અલગાવવાદને હરાવીને નવી આશાઓની સાથે, નવી ઉર્જાની સાથે, નવા સપનાઓની સાથે આગળ વધશે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જમ્મુ-કાશ્મીરની જનતા ગુડ ગવર્નન્સ અને પારદર્શિતાના વાતાવરણમાં નવા ઉત્સાહની સાથે પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરશે. તમારો જનપ્રતિનિધિ તમારા દ્વારા જ ચૂંટવામાં આવશે. તમારી વચ્ચેથી જ આવશે.
હું જમ્મુ-કાશ્મીરના લોકોને વિશ્વાસ અપાવું છું કે, કે તમને ખુબ જ ઈમાનદારી સાથે સંપૂર્ણ પારદર્શી વાતાવરણમાં તમારા પોતાના પ્રતિનિધિને ચૂંટવાનો અવસર મળશે.
આતંકવાદ અને અલગાવવાદને પ્રોત્સાહન આપવાની પાકિસ્તાની ષડયંત્રના વિરોધમાં જમ્મુ-કાશ્મીરના જ દેશભક્ત લોકો અડીખમ ઉભા છે. ભારતીય સંવિધાન ઉપર વિશ્વાસ કરનારા આપણા એ તમામ ભાઈ-બહેન સારું જીવન જીવવાના અધિકારી છે.
ઈદનો મુબારક તહેવાર પણ નજીક છે. ઈદ માટે મારા તરફથી તમને બધાને ખુબ ખુબ શુભેચ્છાઓ. સરકાર એ વાતનું ધ્યાન રાખી રહી છે કે જમ્મુ-કાશ્મીરમાં ઈદની ઉજવણીમાં લોકોને કોઈ મુશ્કેલી ના નડે. અમારા જે સાથી જમ્મુ-કાશ્મીરની બહાર રહે છે અને ઈદ પર પોતાના ઘરે પાછા જવા માંગે છે તેમને પણ સરકાર શક્ય એટલી તમામ મદદ કરી રહી છે.
