ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કમોસમી વરસાદ અને આંધીથી કુલ 30 લોકોનાં મોત
Live TV
-
પ્રધાનમંત્રીએ મૃતકોના પરિજનોને 2-2 લાખ રૂપિયાની વળતરની સહાય જાહેર કરી
રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત ગુજરાતમાં અનેક વિસ્તારોમાં આવેલા કમોસમી વરસાદ અને આંધીભર્યા તોફાનના કારણે રાજ્યમાં જાનમાલને મોટું નુકસાન થયું છે.. ગુજરાત, રાજસ્થાન ,, અને મધ્યપ્રદેશમાં મોસમે બદલેલા મિજાજની ઝપટમાં કુલ 30 લોકોનાં મોત થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તોફાનના કારણે થયેલા નુકસાન અંગે દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું , કે દેશમાં વહીવટી તંત્ર જાનમાલના નુકસાન પર નજર રાખી રહ્યું છે. અસરગ્રસ્ત લોકો સુધી હર સંભવ મદદ પહોચાડવાનો વહીવટી તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ રાજ્યમાં કમોસમી તોફાનમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાહત ભંડોળમાંથી 2-2 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ઘાયલ થયેલા લોકોને વળતરરૂપે, 50-50 હજાર રૂપિયાની સહાય આપવાની પણ જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે , કે ગઈ કાલે બપોર બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે મોટી સંખ્યામાં જાનમાલને નુકસાન થયું હતું. વાતાવરણમાં અચાનક આવેલા પલટા અને આવેલા તોફાનમાં રાજ્યમાંથી 9 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
