Skip to main content
Settings Settings for Dark

બીજા ચરણ માટે શાંતિપૂર્ણ રીતે થઈ રહ્યું છે મતદાન

Live TV

X
  • 11 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની 95 લોકસભા બેઠક પર થઈ રહ્યું છે મતદાન

    લોકસભાની બીજા તબક્કાની 95 બેઠક માટે આજે શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ રહ્યું છે. ચુસ્ત સલામતી બંદોબસ્ત વચ્ચે લોકશાહીના પૂર્ણમાં મતદારો મતદાન કરી રહ્યા છે. શરૂઆતના તબક્કામાં ઘણા સ્થળો ઉપર મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદાન કેન્દ્ર ઉપર મોટી લાઇનો શરૂ થઇ છે. પોંડેચેરીના મુખ્યમંત્રી વી નારાયણસામી એ મતદાન કર્યું હતું. તામિલનાડુમાં ભાજપ રાજ્ય એકમના પ્રમુખ તિરમીસાઇ સોન્હારાજને ચેન્નઇમાં મતદાન કર્યુ હતું. જ્યારે સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ બેંગલૂરના જૈનનગરમાં મતદાન કર્યુ હતું. બેંગલૂર ભાજપના ઉમેદવાર તેજરવી સૂ્ર્યાએ પણ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત ભાજપના કેન્દ્રીમંત્રી અને ભાજપના બેંગલોર ઉત્તરના ઉમેદવાર ડી સદાનંદ ગૌડાએ મતદાન કર્યુ હતુ આ ઉપરાંત પોંડીચેરીના રાજ્યપાલ કિરણ બેદીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તે માટે સામાન્ય જનતાની જેમ લાઇનમા ઉભા રહીને મતદાન કર્યુ હતું. ચેન્નઇ ખાતે અભિનેતા કમલહસન અને તેની પુત્રી શ્રુતી હસને પણ ચેન્નઇ ખાતેથી મતદાન કર્યુ હતુ. તામિલનાડુમાં 38 લોકસભા બેઠક માટે જોરદાર મતદાનની શરૂઆત થઇ છે. અભિનેતા માંથી નેતા બનેલા રજનીકાંત ચેન્નઇ સેન્ટરથી સ્ટેલા કોલેજ ખાતેથી મતદાન કર્યું હતું
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply