ગુરુવારે પ્રધાનમંત્રીએ શ્રેણીબદ્ધ રેલીને સંબોધી
Live TV
-
લોકસભાની ચૂંટણીની તારીખો નજીક આવતા ચૂંટણી પ્રચારમાં વેગ આવ્યો
લોકસભાની ચૂંટણીની તારીખો નજીક આવતા ચૂંટણી પ્રચારમાં વેગ આવ્યો છે. પ્રથમ તબ્બકામાં ગુરૂવારે થનારા મતદાન પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રેણીબદ્ધ રેલીને સંબોધી હતી. તમિલનાડુનાં કોઈમ્બતુર ખાતે દિવસની અંતિમ રેલીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સર્જીકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈકની આલોચના કરીને વિરોધ પક્ષ રાષ્ટ્ર વિરોધી તાકાતોને મજબૂત કરી રહ્યો છે. ભાજપ રાષ્ટ્રવાદને વરેલો પક્ષ છે. તમામ ઘરમાં વિજળી અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ દોઢ કરોડ લોકોને આવાસ સુવિધા પુરી પાડવી તે ભાજપનો રાષ્ટ્રવાદ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ આ પહેલા મહારાષ્ટ્રના લાતુર તેમજ કર્ણાટકના ચિત્રદુર્ગ અને મૈસુરમાં પણ જનસભા સંબોધી હતી.
