Skip to main content
Settings Settings for Dark

ગૃહમંત્રી અમિતશાહ આજે આસામના કોકરાજારની મુલાકાત લેશે 

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગતવર્ષે કોકરાજાર સમજુતી ઉપર હસ્તાક્ષર સમજુતીના ઉપલક્ષમાં આયોજીત સમારોહમાં ભાગ લીધો હતો.

    ગૃહમંત્રી અમિતશાહ આજે આસામના કોકરાજારમાં બોડોલેન્ડ ક્ષેત્ર બીપીઆર સમજુતી દિવસના પ્રસંગે ઉદધાટન સમારોહમાં ભાગલેશે. આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ બીટીઆરના પ્રમુખ પ્રમોદ બોરો અને અન્ય લોકો આ કાર્યક્રમમાં સામેલ થશે. આ સમજુતી ઉપર ગતવર્ષે 27 જાન્યુઆરીએ નવી દિલ્હીમાં હસ્તાક્ષર થયા હતાં.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગતવર્ષે કોકરાજાર સમજુતી ઉપર હસ્તાક્ષર સમજુતીના ઉપલક્ષમાં આયોજીત સમારોહમાં ભાગ લીધો હતો. બાદમાં અમિતશાહ બે જનસભાને પણ સંબોધન કરશે. આ અગાઉ ગૃહમંત્રીએ ગઇકાલે ગૌહાટીમાં 28 લાખ કેન્દ્રીય સશસ્ત્ર દળ ના જવાનો અને તેમના પરિવાર માટે આયુષ્યમાન CAPF યોજનાનો શુભારંભ કર્યો હતો.

    આ યોજના તે તમામ રાજ્યોમાં શરૂ કરી છે જ્યાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન-આરોગ્ય યોજના લાગુ છે. આ અવસરે અમિતશાહે કહ્યું કે કેન્દ્ર સુરક્ષાદળો તેમજ તેમના પરિવારો ના સભ્યો માટે પ્રતિબધ્ધ છે. તે માટે સરકારે આયુષ્યમાન ભારત CAPF યોજના શરૂ કરી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply