બાલિકા દિવસ: હરિદ્વારના સૃષ્ટી ગૌસ્વામી એક દિવસ માટે આજે ઉત્તરાખંડના સીએમ બનશે
Live TV
-
બાલિકા સૃષ્ટી ગૌસ્વામી ત્રિવેન્દ્રમ સિંહ રાવત દહેરાદુનમાં બાળસભા સત્ર દરમિયાન એક દિવસ માટે ઉત્તરાખંડના સીએમ બનશે.
દેશભરમાં આજે બાલીકા દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ અવસરે હરિદ્વાર નિવાસી બાલિકા સૃષ્ટી ગૌસ્વામી ઉત્તરાખંડની મુખ્યમંત્રી બનશે. બાલિકા સૃષ્ટી ગૌસ્વામી ત્રિવેન્દ્રમ સિંહ રાવત દહેરાદુનમાં બાળસભા સત્ર દરમિયાન એક દિવસ માટે ઉત્તરાખંડના સીએમ બનાવાશે. સૃષ્ટીની સામે દરેક વિભાગીય અધિકારીઓ વિભાગના કાર્યોનું પ્રઝન્ટેશન આપશે. પ્રેઝન્ટેશન જોયા બાદ સૃષ્ટી પોતાના સુચનો આપશે. જેમા બાલીકાઓનો મુદ્દો મહત્વનો બની રહેશે.
ભારતમાં છેલ્લા છ વર્ષમાં બાળકીના લીંગ-અનુપાત રેશીયામાં 16 ટકાનો વધારો થયો છે. આ આંકડો 2014-15માં 918 થી 2019-20માં વધીને 934 થયો છે. માધ્યમીક સ્તરે છોકરીઓના નોંધણી દરમાં વધારો થયો છે. અગાઉ 77 પોઇન્ટ 45 ની તુલનામાં તે વધીને 81 પોઇન્ટ 32 ટકા થયો છે. સરકારની બેટી-બચાવો બેટી-પઢાઓ યોજના થી સમાજમાં ધીમે ધીમે પણ વિચારમાં બદલાવ આવ્યો છે.
છ વર્ષ અગાઉ પ્રધાનમંત્રીએ 22 જાન્યુઆરી 2015માં હરિયાણાના પાનીપતમાં આ મહત્વકાંક્ષી યોજનાની શરૂઆત કરી હતી. આ યોજનાનો ઉદેશ બાળકીઓનો જન્મ અને તેમના અધિકારને લઇને સમાજના વ્યવહારમાં પરિવર્તન લાવવાનું હતું. બેટી-બચાવો બેટી-પઢાઓ યોજના હેઠળ કુલ 640 જિલ્લામાંથી 422 જિલ્લામાં જન્મના સમય માં બાળકીના લીંગ-અનુપાતમાં વધારો જોવા મળ્યો છે.
