બજેટ પહેલા હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું
Live TV
-
ડિજીટલ બજેટ સ્વરૂપ સુધી પહોંચવા માટે યુનિયન બજેટ મોબાઇલ એપની શરૂઆત કરવામાં આવી
કેન્દ્રીય સામાન્ય બજેટ 21-22ની પ્રક્રિયાના અંતિમ પડાવના રૂપે ગઇ કાલે નવી દિલ્હીના નોર્થ બ્લોકમાં હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. નાણામંત્રાલય અનુંસાર દરવર્ષે શરૂઆતને લઇને તેની લોકઇન પ્રક્રિયા સુધી પહોયવાના રૂપમાં પરંપરા રૂપે હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવે છે. કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીએ સંસદમાં રજુ થશે.
નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે પ્રથમવાર બજેટ પેપરલેસ રજુ થશે. આ અવસરે નાણામંત્રી નિર્મલા સિતારમણે સાંસદો અને સામાન્ય જનતા દ્વારા પરેશાની વગર ડિજીટલ બજેટ સ્વરૂપ સુધી પહોચવા માટે યુનિયન બજેટ મોબાઇલ એપની શરૂઆત કરી છે. આ મોબાઇલમાં સંવિધાન અનુરૂપ અનુદાન, નાણાકીય માંગ વિધેયક તથા વાર્ષિક નાણાકીય વિવરણ સહિત કેન્દ્રીય બજેટ સંબધી 14 દસ્તાવેજ જોવા મળશે. એપમાં પ્રિન્ટીંગ સર્ચ ડાઉનલોડીંગ તેવી વિશેષતાઓ છે તે હિન્દી અને અંગ્રેજી ભાષામાં IOS અને એન્ડ્રોઇડ પ્લેયફોર્મ ઉપર ઉપલબ્ધ થશે. એપ ઉપર દસ્તાવેજ નાણામંત્રી દ્વારા 1 ફેબ્રુઆરીએ બજેટ ભાષણ બાદ ઉપલબ્ધ કરાવાશે.
