Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીધી આસામની મુલાકાત

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામની મુલાકાત લીધી. આસામના શિવસાગર જિલ્લાના જોરાંગ પાથરમાં આજે એક લાખથી વધુ લોકોને જમીનના પટ્ટાઓનું વિતરણ કરાયું. પ્રધાનમંત્રીએ કહ્યું કે, આસામનાં લાખો પરિવારોને હવે જમીન મળવાથી તેમનું જીવન ધોરણ સુધરશે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આસામની મુલાકાત લીધી હતી. આસામના શિવસાગર જિલ્લાના જોરાંગ પાથરમાં જમીન વગરના ખેડૂતોને જમીન આપવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એક લાખથી પણ વધારે ખેડૂતોને જમીન આપવામાં આવી છે. આસામમાં 5 લાખ 75 હજાર ભૂમી હિન પરિવારો છે. આવા પરિવારોને ધ્યાનમાં રાખીને આસામની સરકાર નવી ભૂમી નીતી લઇને આવી છે. આ નીતિ હેઠળ અત્યાર સુધીમાં આશરે 2 લાખ 28 હજાર લોકોને જમીનનું આવન્ટન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આસામમાં લાખો પરિવારો છે જેને પોતાની જમીન પર કાયદાકીય અધિકાર આપવામાં આવ્યો નથી. આવા પરિવારોને હવે આ અધિકાર પ્રાપ્ત થશે. જમીનો પટ્ટો મળવાથી લાખો લોકોનું જીવન સ્તર સુધારવા પામશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply