ભારતનું વેક્સિન મૈત્રી અભિયાન તબક્કાવાર વધી રહ્યું છે આગળ
Live TV
-
ભારતમાં બનેલી રસી બ્રાઝીલ અને મોરોક્કો પહોંચી. બ્રાઝિલના રાષ્ટ્રપતિએ રસી પુરી પાડવા બદલ ભારતનો આભાર માન્યો. અમેરિકાએ ભારતની વેક્સિન મૈત્રીની પ્રશંસા કરી.
ભારત વેક્સીન મૈત્રીને અંતર્ગત ચરણ બંદ્ધ રીતે દુનિયાભરના દેશોને કોવિડ-19ની રસી પૂરી પાડી રહ્યું છે. ભારતની કોવિડ વેક્સીન બ્રાઝિલ અને મોરક્કો પહોંચાડવામાં આવી છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિએ વેક્સિનની સહાયતા કરવા બદલ ટ્વિટ કરીને અનોખી રીતે ભારતનો આભાર માન્યો છે. ભારતે તેના પાડોશી દેશોને પણ કોવિડ રસીની મદદ પૂરી પાડવાનું શરૂ કરી દીધું છે. ભૂટાનમાં એક લાખ પચાસ હજાર અને માલદિવને એક લાખ રસી મોકલાવામાં આવી છે. જ્યારે નેપાળને દસ લાખ, બાંગ્લાદેશને 20 લાખ, મ્યાનમારને 15 લાખ, મોરિસિયસને એક લાખ અને સેશલ્સ માટે 50 હજાર રસી મોકલવામાં આવી છે. ત્યારે અમેરિકાએ પણ ભારતની વેક્સીન મૈત્રીની પ્રશંસા કરી હતી.
