સરકાર અને ખેડૂતો વચ્ચેની વધુ એક બેઠક કોઇ ઉકેલ વગર સંપન્ન
Live TV
-
સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચેની બેઠક કોઇ નક્કર ઉકેલ વગર જ સંપન્ન. કેન્દ્રીય કૃષિમંત્રીએ કહ્યું, સરકારના પ્રસ્તાવ પર ખેડુતો ફરી વિચાર કરે. ખેડુતોનો વિકાસ એ જ સરકારની પ્રાથમિકતા.
કૃષિ કાયદા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી સમિતિએ ખેડૂત સંગઠનોના પ્રતિનિધિ સાથે નવી દિલ્હી ખાતે બેઠક કરી હતી. જો કે આ બેઠકમાં કોઇ નક્કર ઉકેલ આવ્યો ન હતો. આ બેઠક બાદ કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું કે, ખેડૂતોનો વિકાસ સરકારની પ્રાથમિકતા છે અને ત્રણેય કાયદા દેશના ખેડૂતોના હિતમાં છે. આ અર્થે 14 ઓગસ્ટથી સરકાર સતત ખેડૂત નેતાઓ સાથે ચર્ચા કરી રહી છે. વધુમાં કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે ખેડૂતોને ભ્રમિત ન થવા માટે જણાવ્યું હતું. નોંધનીય છે કે આ બેઠકમાં સમિતિનાં ત્રણેય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા જેમણે આઠ રાજ્યોનાં ખેડૂત સંગઠનો સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાત ચીત કરીને તેમના અભિપ્રાયો જાણ્યા હતા. કેટલાક ખેડૂત સંગઠનોએ આ કાયદાના સંદર્ભમાં પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી. તો બીજી બાજુ જે લોકો આ કાયદાના વિરોધમાં પણ નથી કે પક્ષમાં પણ નથી. મહત્વનું છે કે ખેડૂતો અને સરકાર વચ્ચે ગઇકાલે વધુ એક મંત્રણા યોજાઇ હતી. આ બેઠકમાં સરકારે કૃષિ કાયદાનો અમલ દોઢ વર્ષ સુધી મોકૂફ રાખવાની દરખાસ્ત મુકી હતી.
