ગૃહમંત્રી અમિત શાહે કર્ણાટક અને મહારાષ્ટ્રના પૂર પ્રભાવિત વિસ્તારનો કર્યો હવાઈ સર્વે
Live TV
-
કર્ણાટક રાજ્યમાં પૂરના કારણે મૃત્યુઆંક 25ને પાર થયો છે અને હજારો લોકો બેઘર થયા છે. તો મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં બે લાખથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 27 લોકોનાં મોત થયા છે.
ગૃહમંત્રી અમિત શાહે રવિવારના રોજ કર્ણાટકના પૂર પ્રભાવિત વિસ્તાર બેલાગવી અને મહારાષ્ટ્રના સાંગલી અને કોલ્હાપુરનો હવાઈ સર્વે કરી માહિતી મેળવી હતી. નોંધણીય છે કે, ગઈકાલે જ કર્ણાટક સરકારે રાજ્યના 17 જિલ્લાના 80 તાલુકાને પૂરગ્રસ્ત જાહેર કર્યા હતા. પૂરના કારણે મૃત્યુઆંક 25ને પાર થયો છે અને હજારો લોકો બેઘર થયા છે. તો મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં બે લાખથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 27 લોકોનાં મોત થયા છે. કોલ્હાપુર, સતારા અને અકોલામાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાયેલી છે. કોલ્હાપુરમાં પંચગંગા નદી ગાંડીતુર બની વહી રહી છે. પચાસ હજારથી વધુ લોકો પૂરમાં ફસાયેલા છે. ત્યારે રાજ્ય સરકાર અને સ્થાનીક તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. એનડીઆરએફ, એસડીઆરએફ, આર્મી, નેવી, કોસ્ટગાર્ડ સહિત સિવિલ એડમિનિસ્ટ્રેશન પૂર પીડિતોની મદદે આવ્યું છે.
