ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસીય જમ્મુ-કાશ્મીરના પ્રવાસે
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા બાદ અમિત શાહ પ્રથમ વખત જમ્મુ-કાશ્મીરની મુલાકાતે
કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા બાદ અમિત શાહ પ્રથમ વખત જમ્મુ-કાશ્મીરના પ્રવાસે જઈ રહ્યા છે. અમિત શાહ આજથી બે દિવસ કાશ્મીરના પ્રવાસે રહેશે. આ દરમિયાન તેઓ શ્રીનગરમાં એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે. તેઓ આ પ્રવાસ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ અને પંચાયતના સભ્યોને પણ અલગ અલગ સંબોધિત કરશે. ગૃહમંત્રી પોતાની યાત્રા દરમિયાન જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે પણ મુલાકાત કરશે અને તેમની સાથે રાજ્યની વર્તમાન સુરક્ષા સ્થિતિ પર ચર્ચા કરશે
