ગૃહમંત્રી અમિત શાહ સેલવાસની મુલાકાતે, 290 કરોડના વિકાસના કાર્યોનું લોકાર્પણ
Live TV
-
કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી માં આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુલાકાત કરી હતી. એસ એસ આર કોલેજ સાયલી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહે કુલ 290 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરવાની સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 1400 કરોડના વિકાસ કાર્યો અંતિમ તબક્કામાં હોય એની જાણકારી મેળવી પૂર્ણ કરવાનો પણ પોતાના સંબોધનમાં ઉલ્લેખ કર્યો હતો.
ગૃહમંત્રીએ રૂપિયા 61 કરોડની લાગતથી ઠોકરપાડા એજુકેશન હબનો શિલાન્યાસ કર્યો હતો. રૂપિયા 8 કરોડની લાગતથી બનાવેલ પેરામેડિકલ બિલ્ડીંગનું ઉદધાટન પણ તેમણે કર્યું હતું. 10 કરોડની લાગતથી આરોગ્ય સેન્ટરનું ઉદ્દઘાટન તેમજ સેલવાસ અને દમણની 280 શાળાઓને મિડડે ભોજન આપતી અક્ષય પાત્રા ભોજન સેવાનો પણ શુભારમ કરવામાં આવ્યો હતો.
શ્રમિકો માટે સસ્તો ભોજન આપવા શ્રમયોગી પ્રસાદ યોજના પણ શરૂ કરાઈ હતી. કાર્યક્રમમાં દમણ દીવ અને દાદરા હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલ, સેલવાસ સાંસદ મોહન ડેલકર, દમણ સાંસદ લાલુ ભાઈ પટેલ, વલસાડ સાંસદ કે.સી. પટેલ સહિતના અન્ય સભ્યો હાજર રહ્યા હતા.
ગૃહમંત્રી અમિત શાહે કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, સંઘ પ્રદેશની જનતા વિકાસ ઝંખી રહી હતી, પરંતુ ખરો વિકાસ નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવ્યા પછી જ થયો છે. નવી શરુ થયેલી મેડિકલ કોલેજ પ્રદેશની જનતા માટે આશીર્વાદ રૂપ સાબિત થશે અહીંથી પાસ થનાર ડોક્ટરો એમનું યોગદાન દેશ સેવામાં આપશે. મોદી સરકારે સતામાં આવી પહેલીવાર જલશક્તિ મંત્રાલય ની સ્થાપના કરી 14 કરોડ લોકોને પીવાના શુધ્ધ પાણી ઘર આંગણે નળ મારફતે પોહચડવાની કટિબ્ધતા દર્શાવી હતી.
