મોટર વ્હીકલ સંશોધન એક્ટ 2019 આજથી લાગુ, દંડની રકમમાં થયો વધારો
Live TV
-
વાહન વ્યવહાર માટે મોટર વાહન સુધારો અધિનિયમ 2019 આજથી લાગુ થયો છે. હવે દારૂ પીને ગાડી ચલાવવી, ઓવર સ્પીડ, ઓવર લોડીંગ વગેરે ગુના દાખલ થતા, હવે ભારે દંડ ચુકવવો પડશે. ડ્રાઈવીંગ લાયસન્સની અરજીની પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં આવી છે.
હવે કોઈપણ વ્યક્તિ ક્યાંયથી પણ ડ્રાઈવીંગ લાયસન્સની અરજી કરી શકશે. તેમજ સડક નિર્માણમાં ગરબડીના કારણે દુર્ઘટના થવા પર કંપની અથવા કોન્ટ્રાક્ટર ઉપર એક લાખ રૂપિયા સુધીનો દંડ થશે. વાહન વ્યવહારના મોટા ભાગના કેસમાં દંડની રકમ વધારવામાં આવી છે. જેમ કે સીટબેલ્ટ ન લગાવવા પર દંડ એક હજાર કરાયો છે. રેડ લાઈટ જમ્પ કરવા બદલ પાંચ હજાર રૂપિયા ચુકવવા પડશે. દારૂ પીને વાહન ચલાવનારનો દંડ દસ હજાર રૂપિયા કરાયો છે.
બાઈક કે સ્કુટર ચલાવતા સમયે હેલ્મેટ ન પહેરવા બદલ દંડની રકમ 100થી વધારી 500 કરવામાં આવી છે. સગીર માટે વાહન વ્યવહાર કાયદાની કલમ 199-એ નવી બનાવવામાં આવી છે. સગીર જો કાયદાનું ઉલ્લંઘન કરતો પકડાશે તો કાર માલીક અને વાલી પાસેથી 25 હજાર દંડ વસુલ કરાશે.
લાયસન્સ વગર ડ્રાઈવિંગ કરવા બદલ પાંચ હજારનો દંડ વસુલવામાં આવશે. ડ્રાઈવીંગ કરતા સમયે મોબાઈલમાં વાત કરવા બદલ પાંચ હજાર દંડ કરવામાં આવશે. માર્ગ ઉપર અકસ્માત ઘટાડવા અને લોકો ટ્રાફિક નિયમનું પાલન ચુસ્તપણે કરે તે માટે દંડની રકમ નિર્ધારીત કરવામાં આવી છે.
