રાષ્ટ્રપતિએ 5 રાજ્યપાલોની કરી નિમણૂક, આરીફ મહંમદ ખાન બન્યા કેરળના ગર્વનર
Live TV
-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પાંચ રાજ્યમાં રાજ્યપાલની નિમણૂકને મંજૂરી આપી છે, જેમાં ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ભગતસિંહ કોશ્યારીને મહારાષ્ટ્રમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા છે.
પૂર્વ કેન્દ્રીયમંત્રી આરીફ મોહમ્મદ ખાનને કેરળના રાજ્યપાલ બનાવાયા છે. પૂર્વ કેન્દ્રીયમંત્રી બંડારૂ દત્તાત્રેયને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનાવાયા છે. જ્યારે રાજસ્થાનના રાજ્યપાલ તરીકે કલરાજ મિશ્રા તેમજ તેલંગણા રાજ્યમાં રાજ્યપાલ તરીકે ડૉક્ટર તમિલિસાઈ સુંદરરાજનને નિયુક્ત કરાયા છે.
