ગોવામાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલનો રંગારંગ પ્રારંભ
Live TV
-
આ મહોત્વમાં 68 દેશોની 212 ફિલ્મ પ્રદર્શિત થશે
ગોવાના પણજી ખાતે ભારતના 49મા આતર રાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલનો રંગારંગ આરંભ કર્યો હતો. માહિતિ અને પ્રસારણ મંત્રી રાજ્ય વર્ધનસિંહ રાઠોળ, ગોવાના રાજ્યપાલ મૃદુલા સિંહા સહિતના મહાનુભાવોએ , દીપ પ્રગટાવીને , ફિલ્મ મહોત્વસનું ઉદ્ઘાટન કર્યુ હતું. નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા આયોજીત આ મહોત્વમાં , 68 દેશોની 212 ફિ્લ્મ પ્રદર્શીત થશે. નવ દિવસ ચાલનારા મહોત્સવ 2018 માં , ઈઝરાયલ અને ઝારખંડ થીમ પર , ખાસ ધ્યાન આપવામાં આવશે. ફિલ્મ મહોત્સવ ઉદ્ધાટન સમારંભમાં , અક્ષય કુમાર , કરણ જોહર , અને સુભાષ ઘાઈ સહિતના અભિનેતા, અભિનેત્રી , અને દિગદર્શક ઉપસ્થીત રહ્યા હતા. આંતર રાષ્ટ્રીય ફિલ્મ ઉત્સવની શરૂઆત , ફિલ્મ એસ્ટોન પેપર્સના વર્લ્ડ પ્રિમીયરથી થયું હતું
