Skip to main content
Settings Settings for Dark

ગોવા: 50માં ભારતીય ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત

Live TV

X
  • માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે સમારોહનું ઉદ્ઘાટન કર્યું

    ગોવામાં 50મા ભારતીય ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત થઈ છે. માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર, આ સમારોહનું ઉદઘાટન કર્યું હતું. આ દરમિયાન પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, ભારતીય ફિલ્મો સોફ્ટ પાવર છે અને તેના દરેક પાત્રો માણસના જીવન પર ઉંડો પ્રભાવ પાડે છે. આ સાથે જ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર દેશમાં ફિલ્મ શૂટિંગની અનુમતિ માટે ટુંક જ સમયમાં સિંગલ વિન્ડો પ્રક્રિયા શરૂ કરશે. તો સાથે જ કેન્દ્રીય સુચના અને પ્રસારણ સચિવ અમિત ખરેએ જણાવ્યું હતુ કે, એશિયાઇ અને ક્ષેત્રીય સિનેમાને પ્રોત્સાહિત કરવા માટે ભારતીય સિનેમાનું મોટું યોગદાન છે. આ દરમિયાન દક્ષિણના સુપર સ્ટાર રજનીકાંતને આઇકન ઓફ ગોલ્ડન જ્યુબલી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો ફ્રેંચ અભિનેત્રી ઈઝાબેલ હંમ્પર્ટને લાઇફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા હતાં. ફિલ્મ ફેસ્ટીવલમાં ભારતના જાણીતા સંગીતકાર અને ગીતકાર શંકર મહાદેવન દ્વારા ખુબ જ અદભૂત પ્રસ્તુતિ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રસાર ભારતીના અધ્યક્ષ એ સુર્યપ્રકાશે જણાવ્યું હતું કે, IFFI દુનિયાના મહત્વના ફિલ્મ ફેસ્ટીવલોમાનો એક છે. આ ફિલ્મ ફેસ્ટીવલ દરમિયાન , 76 દેશોની 200થી વધુ ફિલ્મો પ્રદર્શિત કરાશે. તેમાં 24 ફિલ્મ , ઓસ્કરની હરિફાઈમાં પણ છે. સાથે સાથે 50 મહિલા નિર્દેશકોની , 50 ફિલ્મ પણ પ્રદર્શિત થશે. આ મહોત્સવ , 20 નવેમ્બરથી 28 નવેમ્બર સુધી ચાલશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply