મહારાષ્ટ્ર: રાજકીય સંકટ વચ્ચે સરકાર બનવાની આશા જાગી
Live TV
-
કોંગ્રેસ અને NCPના વરિષ્ઠ નેતાઓ વચ્ચે બેઠક બાદ સરકાર ગઠનને લઈને જાહેરાત
મહારાષ્ટ્રમાં છેલ્લા લગભગ એક મહિનાથી ચાલી રહેલી રાજનીતિક રસ્સાકસી વચ્ચે આખરે સરકાર બનવાની આશા જાગી છે. કોંગ્રેસ અને એનસીપીના વરિષ્ઠ નેતાઓ વચ્ચે થયેલી મેરેથોન બેઠક પછી બંને પાર્ટીઓના નેતાઓએ જાહેરાત કરી હતી કે તે જલ્દી રાજ્યમાં શિવસેના સાથે મળીને નવી સરકાર બનાવશે. નવી દિલ્હીમાં એનસીપી સુપ્રીમો શરદ પવારના નિવાસસ્થાને બંને દળોના વરિષ્ઠ નેતાઓ વચ્ચે બેઠક પછી પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું હતું કે આ ગઠબંધન રાજ્યમાં રાજનીતિ અનિશ્ચિતતાને સમાપ્ત કરવા માટે કટિબદ્ધ છે અને એક સ્થિર સરકાર બનાવવા માટે કાર્યરત છે
