BSNL મામલે લોકસભામાં કેન્દ્રીય સંચાર મંત્રીનું આશ્વાસન
Live TV
-
"BSNLના પુનરોદ્ધાર માટે અને તેને લાભદાયી બનાવવા માટે પ્રતિબધ્ધ"
લોકસભામાં કેન્દ્રીય સંચાર મંત્રી રવિશંકર પ્રસાદે બીએસએનએલ મામલે લોકસભામાં આશ્વાસન આપ્યું છે કે, સરકાર બીએસએનએલના પુનરોદ્ધાર માટે અને તેને લાભદાયી બનાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે જણાવ્યું હતું કે, બીએસએનએલ અને એમટીએનએલની વિલય પ્રક્રિયા આગામી 18થી 24 મહિનામાં પૂર્ણ થવાની શક્યતા છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, કોર્ટ કેસોનાં ઝડપી નિકાલ માટે હાઈકોર્ટમાં 478 અને સુપ્રીમ કોર્ટમાં 34 જજોની નિમણુંક કરવામાં આવી છે. કેન્દ્રીય રાજ્યમંત્રી ડો. જીતેન્દ્રસિંહે સરકારે કુડનકુલમ પરમાણુ વિજળી સંયંત્ર મામલે સંસદમાં જવાબ આપ્યો હતો. રેલમંત્રી પિયુષ ગોયલે હરિયાણામાં રેલવે લાઈન અંગે માહિતી આપી હતી. લોકસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ડીએમકેના સાંસદે ચેન્નઈ અને તિરુવણમલ્લઈ વચ્ચે રેલવે સંપર્ક શરૂ કરવાની માગ કરી હતી. લોકસભામાં ચિટ ફંડ સંશોધન વિધેયક, 2019 ઉપર આગળની ચર્ચા શરૂ થઈ હતી. આ વિધેયક દ્વારા ચિટફંડ અધિનિયમ, 1982માં સંશોધનનો પ્રસ્તાવ છે. આ વિધેયકનો ઉદ્દેશ્ય ચિટ ફંડ ક્ષેત્રના સુવ્યવસ્થિત વિકાસને સુનિશ્ચિત કરવાનો તેમજ આ ક્ષેત્રમાં આવતી અડચણોને દૂર કરીને લોકોની નાણાકીય પહોંચને સરળ બનાવવાનો છે
