Skip to main content
Settings Settings for Dark

ચંદ્રબાબુ નાયડુ, નીતિન ગડકરી સહિત દિગ્ગજ નેતાઓએ પણ કર્યું આજે મતદાન

Live TV

X
  • આજે નીતીન ગડકરી,જનરલ વિ.કેસીંહ, અસઉદીન ઓવેસી, અજીત સીંહ,સહિતના દિગ્ગજ નેતાઓના ભાવિ થશે EVMમાં કેદ-91 બેઠકો પર એક હજાર 279 ઉમેદવારોનું મતદારો નક્કી કરશે ભાવિ

    17મી લોકસભા ની ચૂંટણીના પ્રથમ તબક્કામાં વીસ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોની 91 બેઠકો માટે હાલમાં મતદાન થઈ રહ્યું છે. સવારે સાત વાગ્યાથી શરૂ થયેલા મતદાનમાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. તમામ રાજ્યોમાં અત્યારસુધી શાંતિપૂર્વક મતદાન થયું છે. ક્યાંય કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. 

    મતદાનમાં દરેક 20 રાજ્યોના મતદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. એટલું જ નહી નકસલી હુમલા બાદ પણ દંતેવાડાના મતદાતાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. મતદાતાઓમાં આજે દિગ્ગજ નેતાઓએ પોતાના મતદાનના હકનો ઉપયોગ કર્યો હતો. 

    આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુએ પોતાના પરિવાર સાથે મત આપ્યો હતો, નીતિન ગડકરીએ પણ નાગપુરમાં પોતાના પરિવાર સહિત મત આપ્યો હતો. આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે પણ નાગપુરમાં મત આપ્યો હતો. AIMIM ના પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ  અસસુદ્દીન ઔવેસીએ પણ તેમના મતવિસ્તારમાં મતદાન કર્યુ હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply