Skip to main content
Settings Settings for Dark

91 સીટો માટે આજે  પ્રથમ તબક્કાનું મતદાન, અત્યાર સુધી શાંતિપૂર્ણ મતદાન

Live TV

X
  • 17મી લોકસભા ની ચૂંટણીના પ્રથમ તબક્કામાં વીસ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોની 91 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. સવારે સાત વાગ્યાથી શરૂ થયેલા મતદાનમાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. તમામ રાજ્યોમાં અત્યારસુધી શાંતિપૂર્વક મતદાન થયું છે. ક્યાંય કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. 

    સરેરાશ અત્યાર સુધીમાં નાગપુરમાં અગિયાર ટકા, મેઘાલયમાં 27 ટકા ,નાગાલેન્ડમાં 41 ટકા, અસમમાં 25 ટકા, ઉત્તર પ્રદેશના સહરન પુરમાં 25.60 ટકા, કૈરાનામાં 27 %, મુઝફ્ફરનગરમાં 26.40 ટકા, મીરુતમાં 21.80, ગાઝિયાબાદમાં 22.40 ટકા, ગૌતમબુદ્ધનગરમાં 24.24 ટકા મતદાન નોંધાયું છે.

    તેલંગણામાં 22.84 ટકા, મિઝોરમમાં 29.4 ટકા, અરુણાચલમાં 27.4 ટકા, તેલંગણામાં 22.84 ટકા, ઓરિસ્સામાં 22 ટકા, પશ્ચિમ બંગાળમાં 38.08 ટકા, મણિપુરમાં 35.05 ટકા, મતદાન નોંધાયું છે.

    ચૂંટણીના મહાપર્વમાં આ વખતે સવારથી જ લોકોનો ઘસારો જોવા મળ્યો હતો. જો કે બપોરે થતાં ધસારો ઓછો થયો છે. મેઘાલયના મુખ્યમંત્રી કોન્રાડ સંગમા કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરી તથા વી.કે સિંહ, ચૌધરી અજીતસિંહ, જયંત ચૌધરીએ મતદાન કર્યું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply