ચંદ્રયાન-2નું સફળતાના શિખર તરફ પ્રયાણ
Live TV
-
લેન્ડર વિક્રમ સફળતાપૂર્વક ઓર્બિટરથી અલગ થયું
ભારતનું અંતરિક્ષ મિશન ચંદ્રયાન-2 સતત સફળતાની નવી સીડીઓ ચઢી રહ્યું છે. ઈસરો માટે સોમવારનો દિવસ અત્યંત મહત્વ હતો. ચંદ્રયાન-2નું લેન્ડર વિક્રમ સોમવારે ઓર્બિટરથી સફળતાપૂર્વક અલગ થઈ ગયું.. રવિવારે સાંજે ચંદ્રયાન-2 ને તેના આર્બિટરે ચંદ્રની પાંચમી અને છેલ્લી કક્ષામાં સફળતાપૂર્વક પહોંચાડ્યુ હતું. આ સાથે જ એ પણ અપેક્ષા રખાઈ રહી છે કે લેન્ડર વિક્રમ સાત સપ્ટેમ્બરે ચંદ્રની સપાટી પર સફળતા પૂર્વક ઉતરશે. લેન્ડરનું નામ ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના જનક "વિક્રમ સારાભાઇને" નામે રખાયું છે. આ પ્રક્રિયામાં આશરે 52 સેકેન્ડ જેટલો સમય લાગ્યો હતો. ઓર્બિટર આવતા એક વર્ષ સુધી ચંદ્ર "પરિભ્રમણ" કરતું રહેશે. આ દરમિયાન તે ચંદ્ર સપાટીની તસવીરો લેશે અને ચંદ્રના બહારના વાતાવરણની જાણકારી મેળવશે.
