પ્રધાનમંત્રી EEFની બેઠકમાં ભાગ લેવા જશે રશિયા
Live TV
-
ગેસ અને તેલના સંશોધન મુદ્દે થશે ચર્ચા
પાંચમા પૂર્વીય આર્થિક મંચ ઈઈએફની બેઠકમાં ભાગ લેવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રશિયા જવા રવાના થશે. ત્રણ દિવસના પ્રવાસમાં પ્રધાનમંત્રી રશિયા અને ભારત વચ્ચે બીજી શિખર બેઠકમાં સામેલ થશે. વિદેશ સચિવ વિજય ગોખલેએ જણાવ્યું હતું કે, આ પ્રવાસ દરમિયાન તેલ અને ગેસના સંશોધનમાં દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા મુખ્ય એજન્ડા રહેશે. ભારત અને રશિયા પરંપરાગત રક્ષા અને અસૈન્ય પરમાણુ ક્ષેત્ર સહયોગ વધારી અર્થવ્યવસ્થાના નવા ક્ષેત્રો સાથે કામ કરવા ઇચ્છે છે. ગોખલેએ કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીના પ્રવાસ દરમિયાન ઘણી સમજૂતી ઉપર સંમતિ બનવાની આશા છે.
