જાપાનમાં સંરક્ષણ મંત્રીને ગાર્ડ ઓફ ઓનર અપાયું
Live TV
-
જાપાન અને રિપબ્લિક ઓફ કોરિયાના પાંચ દિવસના પ્રવાસ પર છે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ જાપાન અને રિપબ્લિક ઓફ કોરિયાના પાંચ દિવસના પ્રવાસે છે. વિદેશ પ્રવાસના પ્રથમ પડાવમાં ટોકિયો પહોંચ્યા હતા. રાજનાથસિંહે અહીં જાપાનના સંરક્ષણ મંત્રી Takeshi Iwaya સાથે મંત્રણા કરી હતી. આ પહેલા રાજનાથસિંહે શહિદ સ્મારક જઇને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા. સંરક્ષણ પ્રધાનને આ પ્રસંગે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. રાજનાથસિંહ જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબે સાથે પણ મુલાકાત કરી હતી. વિપક્ષી વ્યૂહાત્મક સંબંધો અને ભારત- પ્રશાંત સાગર રાજકીય સમીકરણોના સંદર્ભમાં સંરક્ષણ મંત્રીની જાપાન યાત્રા ખૂબ જ મહત્વની છે
