Skip to main content
Settings Settings for Dark

ચંદ્રયાન 2નો સૌથી જટિલ સમય થયો પાર, 2 સપ્ટેમ્બરે લેન્ડર ઑર્બિટરથી થશે અલગ

Live TV

X
  • મિશન ચંદ્રયાન 2નો સૌથી જટિલ અને મહત્વનો સમય સફળતાપૂર્વક થયો પાર-2 સપ્ટેમ્બરે લેન્ડર ઑર્બિટરથી થશે અલગ-જ્યારે 7 સપ્ટેમ્બરે બપોરે 1 વાગ્યેને 55 મિનિટે યાનનું લેન્ડર વિક્રમ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે.

    ભારતના મિશન ચંદ્રયાન2એ ચંદ્રમાની કક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ કરી લીધો છે.ચંદ્રયાન2નો સૌથી જટિલ અને મહત્વનો સમય સફળતાપૂર્વક પાર કરાવી ઈસરોએ વિશ્વમાંએક નવો જ કીર્તિમાન સ્થાપિત કરી દીધો છે.પરંતુ હવે ચંદ્રની સપાટી પર લેન્ડરને ઉતારવું એક પડકાર રહેશે.

    2 સપ્ટેમ્બરે લેન્ડર ઑર્બિટરથી અલગ થશે અને 7 સપ્ટેમ્બરે બપોરે 1 વાગ્યેને 55 મિનિટે યાનનું લેન્ડર વિક્રમ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે.જો ઉતરાણ સફળ રહ્યું તો ભારત ચંદ્રની સપાટી પર પહોંચનારો ચોથો દેશ બની જશે.ત્યારે હવે કેવી રીતે ચંદ્રયાન2 કામ કરશે અને કેવી રીતે તે ઉતરાણ કરશે ?જોઈએ આ અહેવાલમાં. 

    શ્રીહરિકોટાથી લોન્ચિંગના 29 દિવસ પછી ચંદ્રયાન-2 એ આજે સવારે 9 કલાકે ચંદ્રની કક્ષામાં પ્રવેશ કરી લીધો છે. આ સાથે જ અંતરિક્ષમાં ભારતે મોટી સિદ્ધિ મેળવી છે. મિશનનો આ સૌથી મહત્વપૂર્ણ અને જટિલ સમય હતો. 

    વૈજ્ઞાનિકોના મતે ચંદ્રયાન-2ને ચંદ્રમાં ઉપર સ્થાપિત કરવા માટે સેટેલાઇટને નિશ્ચિત ઝડપથી ચંદ્રમાની કક્ષામાં પ્રવેશ કરાવવાનો હતો. જો તેની ઝડપ વધુ હોત તો ચંદ્રમાની કક્ષામાંથી બહાર જઈને ઉંડા અંતરિક્ષમાં ખોવાઈ શકે તેમ હતું અને જો તેની ઝડપ ઓછી હોત તો ચંદ્રમાનું ગુરૂત્વાકર્ષણ બળ ચંદ્રયાન-2ને પોતાની કક્ષામાં ખેંચી જાત. 

    આ પ્રક્રિયા દરમિયાન એક નાની ભૂલ પણ મોંઘી સાબિત થઈ શકતી હતી. ચંદ્રની કક્ષામાં પ્રવેશ કર્યા પછી ચંદ્રયાન-2એ 21 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બર વચ્ચે હજુ ચાર કક્ષાને સફળતાપૂર્વક પાર કરવા પડશે. મિશન માટે સૌથી મહત્વપૂર્ણ દિવસ 7 સપ્ટેમ્બર રહેશે. જ્યારે દક્ષિણી ધ્રુવ પર યાનનું લેન્ડર વિક્રમ ચંદ્રમાની સપાટી ઉપર ઉતરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply