ભારતીય અંતરિક્ષ સંસ્થા ઈસરોએ રચ્યો ઈતિહાસ
Live TV
-
ચંદ્રયાન 2એ ચંદ્રમાની કક્ષામાં સફળતા પૂર્વક કર્યો પ્રવેશ
શ્રીહરિકોટાથી લોન્ચિંગના 29 દિવસ પછી ચંદ્રયાન-2 એ આજે સવારે 8.30થી 9.30ની વચ્ચે ચંદ્રની કક્ષા ઉપર પ્રવેશ કરી લીધો છે. આ સાથે જ અંતરિક્ષમાં ભારતે મોટી સિદ્ધિ મેળવી છે. આ મિશનનો સૌથી મહત્વપૂર્ણ અને જટિલ સમય હતો. વૈજ્ઞાનિકોના મતે ચંદ્રયાન-2ને ચંદ્રમાં ઉપર સ્થાપિત કરવા માટે સેટેલાઇટને નિશ્ચિત ઝડપથી ચંદ્રમાની કક્ષામાં પ્રવેશ કરાવવાનો હતો. જો તેની રફ્તાર ઝડપી હોત તો ચંદ્રમાની કક્ષામાંથી બહાર જઈને ઉંડા અંતરિક્ષમાં ખોવાઈ શકતો હતો અને જો તેની ઝડપ ધીમી હોત તો ચંદ્રમાનું ગ્રેવિટેશનલ ફોર્સ ચંદ્રયાન-2ને પોતાની કક્ષામાં ખેંચી જાત. આ પ્રક્રિયા દરમિયાન એક નાની ભૂલ પણ મોંઘી સાબિત થઈ શકતી હતી. ચંદ્રના કક્ષામાં પ્રવેશ કર્યા પછી ચંદ્રયાન-2એ 21 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બર વચ્ચે હજુ ચાર કક્ષાને સફળતાપૂર્વક પાર કરવા પડશે. મિશન માટે સૌથી મહત્વપૂર્ણ દિવસ 7 સપ્ટેમ્બર રહેશે. જ્યારે દક્ષિણી ધ્રુવ પર યાનનું લેન્ડર વિક્રમ ચંદ્રમાની સપાટી ઉપર ઉતરશે.
