પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરી ટેલિફોનિક વાતચીત
Live TV
-
30 મિનિટની વાતચીત દરમિયાન ઘણી મહત્વની ચર્ચા થઈ
પ્રધાનમંત્રી કાર્યાલયે તેના અધિકારીક ટવીટર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થયેલી ટેલીફોનિક વાતચીત અંગે જાણકારી આપી હતી. આ વાતચીત અંદાજે 30 મિનિટ જેટલી ચાલી હતી. જેમાં દ્વિપક્ષીય સંબંધો ઉપરાંત મહત્વપૂર્ણ ક્ષેત્રિય મુદ્દા અંગે ચર્ચા થઈ હતી. જેમાં આતંકવાદના મુદ્દે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આતંક અને હિંસા મુક્ત વાતાવરણ પેદા કરવું મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત તેમણે ગરીબી , નિરક્ષરતા, અને રોગો સામે ની લડાઈમાં સહયોગી થવા અંગે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. પ્રધાનમંત્રીએ આ વાતચીતમાં ઓસાકા ખાતે થયેલ જી-20 શિખર સંમેલન દરમ્યાન થયેલ બંને નેતાઓ ની મુલાકાતને પણ યાદ કરી હતી
