જમ્મુ કાશ્મીરમાં જનજીવન ધીરે ધીરે થાળે પડી રહ્યું છે
Live TV
-
અફવા ફેલાવનારા તત્વો સામે કડક પગલા લેવાશે - પોલીસ
કાશ્મીરમાં જનજીવન ધીરે ધીરે થાળે પડી રહ્યું છે. કાશ્મીરમાં પ્રાથમિક શાળાઓ ફરીથી ખોલવામાં આવી હતી. જેને લઈને વિદ્યાર્થીઓમાં પણ ખુશીની લાગણી પ્રસરી ગઈ હતી. સ્કૂલની આજુબાજુ સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી હતી. ત્યારે જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું છે કે, અફવા ફેલાવનાર તત્વો સામે કડક પગલાં લેવામાં આવશે. સ્થાનિક લોકો સરકારને પુરો સહકાર આપી રહ્યા છે. તો સરકારી કાર્યાલયોમાં પણ કામકાજ શરૂ કરવામાં આવશે. કાશ્મીરની ઘાટીના કેટલાંક વિસ્તારોમાં શનિવારે મુકાયેલા પ્રતિબંધોમાં છૂટછાટ આપવામાં આવી હતી. 100 થી વધુ ટેલિફોન એક્સેચેન્જમાંથી 17 એક્સચેન્જમાં લેન્ડલાઇન સેવાઓ શરૂ કરવામાં આવી.
