Skip to main content
Settings Settings for Dark

ચંદ્રયાન 2: 2.1 કિલોમીટર પહેલા વિક્રમ લેન્ડરનો ઈસરોથી તૂટ્યો સંપર્ક

Live TV

X
  • ચંદ્રની સપાટી પર ઉતરતાં પહેલા 2.1 કિલોમીટર પહેલા વિક્રમના સિગ્નલ ઈસરોને મળતાં બંધ થઈ ગયાં હતાં.

    ભારતના મહત્વાકાંક્ષી સ્પેસ મિશન ચંદ્રયાન 2ના વિક્રમ લેન્ડરનો ચંદ્ર પર પગ રાખતાં પહેલા ઈસરો સાથેનો સંપર્ક તૂટ્યો હતો. ચંદ્રની સપાટી પર ઉતરતાં પહેલા 2.1 કિલોમીટર પહેલા વિક્રમના સિગ્નલ ઈસરોને મળતાં બંધ થઈ ગયાં હતાં. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરીને કહ્યું કે ચંદ્રયાન 2 મિશન સાથે ઈસરોની સમગ્ર ટીમે અનુકરણિય પ્રતિબદ્ધતા અને સાહસ બતાવ્યું છે. દેશને ઈસરો પર ગર્વ છે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોનો ઉત્સાહ વધાર્યો હતો. પીએમે કહ્યું કે તમારા બધાના પુરુષાર્થથી જ અમે આગળની યાત્રા ધપાવશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે ભારતને તેના વૈજ્ઞાનિકો પર ગર્વ છે. તેમણે પોતાનું સર્વશ્રેષ્ઠ આપ્યું છે અને હંમેશા ભારતને ગૌરવ અપાવ્યું છે. ઈસરોના ચેરમેને ચંદ્રયા-2 પર અપડેટ આપી હતી.

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું કે ચંદ્રયાન -ટુ સાથે ઇસરોની ઉપલબ્ધીએ અત્યાર સુધી દરેક ભારતીયને ગૌરવાન્વિત કર્યું છે. તેમણે કહ્યું કે ભારત ઇસરોના આપણાં પ્રતિબદ્ધ અને પરિશ્રમી વૈજ્ઞાનિકો સાથે ઉભો છે. ભવિષ્યના પ્રયાસ માટે મારી શુભકામના. 

    લેન્ડરને રાતે આશરે એક કલાક 38 મિનિટ પર ચંદ્રની સપાટી પર લાવવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી. જોકે, ચંદ્ર પર નીચે તરફ આવતા સમયે 2.1 કિલોમીટરની ઉંચાઈ પર જમીની સ્ટેશન સાથે તેનો સંપર્ક તૂટી ગયો છે. વિક્રમે રફ બ્રેકિંગ અને ફાઈન બ્રેકિંગ તબક્કાને સફળતાપૂર્વક પાર કર્યું પરંતુ સોફ્ટ લેન્ડિંગ પહેલા તેનો સંપર્ક ધરતીના સ્ટેશન સાથે તૂટ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
apply