ચક્રવાતી તોફાન ગજ પહોંચ્યું તમિલનાડૂ
Live TV
-
ચક્રવાતી તોફાન ગજ ગઈ રાત્રે એક વાગ્યાને 40 મિનિટે તામિલનાડુના નાગાપટ્ટિનમ જિલ્લા પાસે ટકરાયું હતું. આ દરમિયાન 90થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂકાયો હતો. તોફાનની અસરથી રાજ્યના મેદાની વિસ્તારમાં ગઈકાલે સાંજથી પવન સાથે ભારે વરસાદ થઈ રહ્યો છે. તોફાન સામે તકેદારીના ભાગરૂપે 12 હજારથી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢી છ જિલ્લામાં બનેલા 331 રાહત કેન્દ્રોમાં ખસેડાયા છે. હવામાન વિભાગના અધિકારીઓએ આગામી 24 કલાકમાં તામિલનાડુ અને પાંડેચેરીના કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.
દરમિયાન નાગાપટ્ટિનમ, તિરૂઅરૂર, કુડાલોર અને રામનાથાપુરમ સહિત સાત જિલ્લામાં તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી છે. કોલેજ અને યુનિવર્સિટીઓમાં આજે યોજાનાર પરીક્ષા રદ્દ કરી છે. નાગાપટ્ટિનમ જિલ્લામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની ચાર ટુકડીને તૈનાત કરી છે. જ્યારે કુડાલોર જિલ્લામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની બે ટૂકડી તૈનાત કરાઈ છે. ભારતીય નૌ-સેનાએ હાઈએલર્ટ ઉપર રાખવામાં આવ્યું છે.
